OnePlus આ દિવસે 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. મળી રહેલા રિપોર્ટ અનુસાર કંપની આવતા વર્શે એટલે કે 2019માં વનપ્લસ 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. હાલ કંપની Oneplus 6t ને 29 ઓક્ટોબરે ન્યૂયોર્કમાં લોન્ચ કરવાનો છે. Oneplus ના કો ફાઉન્ડરએ એની પુષ્ટિ કરતાં કહ્યું કે કંપની 2019માં 5G સ્માર્ટફોન પેશ કરવા જઇ રહી છે. મળતી માહિતી અનુસાર Oneplus આવનાર 5G સ્માર્ટફોનમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપવામાં આવશે.
જણાવી દઇએ કે આ મહિને લોન્ચ થવા જઇ રહેલા Oneplus 6T માં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 6.4 ઇંચ OLED ડિસ્પ્લે આપવામાં આવશે અને એક વોટરડ્રોપ નોચ પણ મળશે. ફોનમાં આઠ કરોનો સ્નેપડ્રેગન 845 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. આ સ્માર્ટફોને 6GB રેમ અે 8GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 128GB અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે Oneplus 6T ના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 37 999 રૂપિયા અને 8GB અને 128 GB વેરિએન્ટની કિંમત 40 999 રૂપિયા છે.
નોંધનીય છે કે Ericsson પણ 5g પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છે અને એના માટે Ericsson
ભારતમાં ઘણા શિક્ષણ સંસ્થા અને ટેલિકોમ કંપનીઓથી ભાગીદારી કરી છે. કંપની જલ્દી જ પોતાના 5g પ્લાન માટે એક પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. તમને જણાવી દઇએ કે માત્ર Oneplus જ 5g સ્માર્ટફોન પેશ કરવાની નથી પરંતુ સેમસંગ અને હુવાવે જેવી મોટી કંપનીઓ પણ એની પર કામ કરી રહી છે.