Oneplus એ પોતાની ફ્લેગશિપ સ્માર્ટફોન વનપ્લસ 6ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. વનપ્લસનું લોન્ચિંગ ઇવેન્ટ મુંબઇમાં થઇ. આ ફોનની ભારતમાં શરૂઆતી કિંમત 34 999 રૂપિયા છે. આ કિંમત વનપ્લસમા 6GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની છે. વનપ્લસને કંપની 6GB અને 8GB રેમ વેરિયન્ટમાં તથા 64GB/128GB/256GB સ્ટોરેજની સાથે કંપનીએ રજૂ કર્યો છે. ફોનનું વેંચાણ 21 મે થી થશે.
ફોનનું વેંચાણ અમેઝોનથી થશે.આ ફોનને મિરર બ્લેક ફિનિશ મિડનાઇટ બ્લેક અને સિલ્ક વ્હાઇટ કલર વેરિએન્ટમાં ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યો છે. Oneplus 6 પૂરી રીતે વોટરપ્રૂફ છે. ફોનની સાથે કંપનીએ વાયરલેસ ચાર્જિંગ માટે ડેશ ચાર્જિંગનો સપોર્ટ આપ્યો છે. જો કે ડેશ ચાર્જર અલગથી ખરીદવું પડશે. આ મોડલની સાથે 8GB રેમ અને 256gB સ્ટોરેજ મળશે અને કિંમત 44 999 રૂપિયા હશે.
ફોનના ફીચર્સની વાત કરીએ તો એમાં 6.28 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. સાથે જ કંપનીએ પહેલી વખત ડિસ્પ્લે પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 નું પ્રોટેક્શન આપ્યું છે.
આ ઉપરાંત ફોનમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 845 પ્રોસેસર છે અને રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર છે. ફોનમાં 3300mAh ની બેટરી છે જેને લઇને કંપનીનો દાવો છે કે અડધા કલાકના ચાર્જિંગમાં આ ફોન દિવસભરનો બેકઅપ આપશે. ફોનમાં હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે. રિયર કેમેરાથી 4કે વીડિયો શૂટ કરવામાં આવી શકે છે.