બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોર્નિંગ વૉકમાં ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર ઘૂંટણનો દુખાવો વધી જશે

હેલ્થ / મોર્નિંગ વૉકમાં ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર ઘૂંટણનો દુખાવો વધી જશે

Last Updated: 01:46 PM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલનાર વ્યક્તિ હવે ચેતી જજો. આ ભૂલ તમારા ઘૂંટણ પર પ્રેશર લાવી શકે છે અને તમને દુખાવો થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, ચાલતી વખતે શું ભૂલ ન કરવી અને કઈ બાબતને ધ્યાનમાં રાખવી.

શરીરની સૌથી અગત્યની કોઈ કસરત હોય તો એ છે 'મોર્નિંગ વોક'. ચાલવું કોઈપણ વય જૂથ માટે જરૂરી છે અને તે માત્ર વજન ઘટાડવામાં જ મદદ નથી કરતું, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. હાર્ટ પેશન્ટ હોય કે વૃદ્ધાવસ્થા હોય, ચાલવું સૌથી અગત્યનું છે. સામાન્ય રીતે, વોક દરમિયાન યોગ્ય મુદ્રામાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ચાલતી વખતે કરેલી આ એક ભૂલ તમને મોંઘી પડી શકે છે. તો ચાલો જાણીએ કે, ચાલતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ.

ચાલતી વખતે હિપ ન હલવા

ઘણીવાર લોકો જ્યારે ચાલે છે, ત્યારે તેમના હિપ્સ હલતા નથી અને હિપ્સ ન હલવાએ ચાલવાની ખોટી રીત છે. વૉકિંગ દરમિયાન હિપની ગતિશીલતા ખૂબ જ મહત્વની છે. આનાથી પેલ્વિસ પર દબાણ આવે છે અને ઘૂંટણ પરનું દબાણ ઘટી જાય છે.

વધુ વાંચો તમારી ઉંમર 11 વર્ષ વધી જશે! અનેક બીમારીનો ખતરો ટળશે, અપનાવી લો આ સારી આદતો

ચાલતી વખતે તમારા પગલાંનું ધ્યાન રાખો

નિષ્ણાતો કહે છે કે, જો તમારે ઘૂંટણ પરનું દબાણ ઓછું કરવું હોય તો હંમેશા મોટા પગલાં લો. જ્યારે પગલાઓ વધારવામાં આવે છે, ત્યારે તે ઘૂંટણ પર દબાણ લાવ્યા વિના હિપની ગતિશીલતામાં વધારો કરે છે. જો કે, ધ્યાનમાં રાખો કે ખૂબ મોટા પગલાં લેવાથી વિપરીત અસર થઈ શકે છે અને ઘૂંટણ પર દબાણ વધી શકે છે. હંમેશા થોડા મોટા પગલાં લો, આનાથી પેલ્વિસ ખસે છે અને ઘૂંટણ પર દબાણ પડતું નથી.

ધ્યાન રાખો આ બાબતો:

  1. ખુલ્લાં હાથ વડે ચાલો, બિલકુલ તણાવ વગર
  2. ઘૂંટણ પર ઓછું દબાણ લાવવા માટે, હાથ હલાવતા રહો અને લાંબા પગથિયાં ભરો
  3. હંમેશા કમ્ફર્ટ કે આરામદાયક ફૂટવેર પહેરો.
  4. જ્યારે તમે લાંબા પગલાં લો છો, ત્યારે તમારી કરોડરજ્જુ પણ સીધી થઈ જાય છે અને મુદ્રા યોગ્ય રહે છે.

    બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle Habits knee pain reason knee pain when walking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ