અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક નિયમો પણ સમજાવવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં દિવસેને વધી રહી છે ટ્રાફિકની સમસ્યા
પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે
ટ્રાફિક વિભાગે થોડા સખત પગલાં ભરવાનું નક્કી કર્યું છે
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક નિયમો પણ સમજાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી, આથી હવે ટ્રાફિકવિભાગે થોડા સખત પગલાં ભરવાનું નક્કી કર્યું છે. કેવા છે આ પગલાં અને ટ્રાફિકભંગ માટે કેવી હોય છે લોકોની બહાનાબાજી.
16 અલગ અલગ પ્રકારના નિયમોનો ભંગ કરનારા લોકોને પણ ઈ-મેમો આપવામાં આવશે
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક નિયમો પણ સમજાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી, આથી હવે ટ્રાફિકવિભાગે થોડા સખત પગલાં ભરવાનું નક્કી કર્યું છે. આ માટે 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં તમારી ટ્રાફિકભંગની પ્રત્યેક કરતૂત ઝડપાઈ જશે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી 3 પ્રકારના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોને ઘરે ઈ-મેમો મોકલાતા હતા પરંતુ હવે 16 અલગ અલગ પ્રકારના નિયમોનો ભંગ કરનારા લોકોને પણ ઈ-મેમો આપવામાં આવશે.
લોકો સુરક્ષા માટે ટ્રાફિકના આ નિયમોને આવકારે છે
આપણા માંથી મોટાભાગના લોકો સુરક્ષા માટે ટ્રાફિકના આ નિયમોને આવકારે છે, પરંતુ જ્યારે તે જ લોકો રોડ પર પોતાનું વાહન લઈને નિકળે છે ત્યારે જાણે બધા નિયમો ભૂલી જાય છે.
થોડા દિવસ બધા નિયમ પાળે છે પછી જૈસૈ થે
નિયમોની વાતથી લોકો છોભીલાં પડી જાય છે. બધા લોકો નિયમો જાણે છે પરંતુ તે બધું જાણે સ્મશાનવત વૈરાગ્ય જેવું છે. ટ્રાફિક વિભાગ કડક બને ત્યારે થોડા દિવસ બધા નિયમ પાળે છે પછી જૈસૈ થે. કોઈ નંબર પ્લેટ માટે અવનવા બહાના દર્શાવે છે
આમ, ઉતાવળમા લોકો બધા નિયમ ઘરે મૂકીને બહાર નીકળી જાય છે. અને ખુલ્લેઆમ કહે છે નિયમનો ભંગ તો થશે જ. તો કેટલાક લોકો હેલ્મેટ ન પહેરવાના હજારો બહાના ધરી દે છે.
કોઈ નંબર પ્લેટ માટે અવનવા બહાના દર્શાવે છે
અમદાવાદ શહેરમાં રીક્ષાઓની વાત કરીએ તો, અહીં વિશેષતા એ છે કે રીક્ષા ડ્રાઇવર જેટલા પેસેન્જર પાછળ ન સમાય તેટલાને પોતાની સીટ પર જ બેસાડી દેતા હોય છે. જોનારને ખબર નથી રહેતી કે આમાં રીક્ષાનો ડ્રાઇવર કોણ છે અને પેસેન્જર કોણ છે. આવા રીક્ષા ડ્રાઇવરને ડ્રાફિકના નિયમ વિશે પૂછીએ તો કંઈક આવો જવાબ મળે છે.
વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ બહાનું હાજર હોય છે
આમ, ટ્રાફિક રુલ્સ તોડવા માટે પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ બહાનું હાજર હોય છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે નવા આવનારા 16 જેટલા નિયમો લોકો પાસે ટ્રાફિક પાલન કરવાવામાં કેટલા કારગર રહેશે.