વિસ્ફોટ / વિશ્વમાં દર 15 સેકંડે કોરોના લઈ રહ્યો છે 1 વ્યક્તિનો જીવ, 24 કલાકમાં કેટલા મોત થયા તે જાણી ચોંકી જશો

One Person Death By Coronavirus In Each 15 Seconds, Coronavirus Death Toll Cross 7 Lakh

વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા અને કોરોનાથી થનાર મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. વિશ્વમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 7 લાખને પાર પહોંચી ગઇ છે. પાછલા બે અઠવાડિયાના આંકડા જોઇએ તો કોરોનાથી દર 24 કલાકમાં સરેરાશ 5900 લોકો જીવ ગુમાવી રહ્યાં છે. આ આંકડો પ્રતિ કલાક 247 લોકો અને દર 15 સેકન્ડમાં એક વ્યક્તિ બરાબર છે. ઉલ્લેખનીય છે કે અત્યારે વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1.87 કરોડને પાર પહોંચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ