બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 16 વેન્ટિલેટર પર, એકનું મોત! શું છે પુણેમાં ફેલાયેલ GBS નામની ગંભીર બીમારી? જેનાથી USના રાષ્ટ્રપતિએ જીવ ગુમાવેલો

ચિંતાજનક / 16 વેન્ટિલેટર પર, એકનું મોત! શું છે પુણેમાં ફેલાયેલ GBS નામની ગંભીર બીમારી? જેનાથી USના રાષ્ટ્રપતિએ જીવ ગુમાવેલો

Last Updated: 11:38 AM, 27 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guillain-Barrie syndrome : આવો જાણીએ શુ છે ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) અને તે કેટલું જોખમી છે ? આ સાથે જાણો કે શું છે તેના લક્ષણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો ?

Guillain-Barrie Syndrome : કોરોના બાદ હવે નવા વાયરસને લઈ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. વાસ્તવમાં એક અઠવાડિયાની અંદર ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) નામના રોગે મહારાષ્ટ્રના પુણેમાં 100 થી વધુ લોકોને ચેપ લગાવ્યો છે. 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે સોલાપુરમાં ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)ના કારણે એક દર્દીના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. જોકે આ અંગેનું સત્તાવાર નિવેદન હજી બહાર આવ્યું નથી પરંતુ અહેવાલ મુજબ પીડિતને પુણેમાં ચેપ લાગ્યો હતો અને બાદમાં તે સોલાપુર ગયો હતો. આવી સ્થિતિમાં ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) શું છે તે જાણવું જરૂરી છે. તે કેટલું જોખમી છે, તેના લક્ષણો શું છે અને તેનાથી બચવાના ઉપાયો શું છે ?

શું છે આ ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) ?

ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) એ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આ રોગમાં આપણી રોગપ્રતિકારક શક્તિ તેના પોતાના જ્ઞાનતંતુઓ પર હુમલો કરે છે. જેના કારણે લોકોને ઉઠવા, બેસવામાં અને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પેરાલિસિસની સમસ્યા પણ આ રોગનું લક્ષણ છે. વાસ્તવમાં આપણી નર્વસ સિસ્ટમ બે ભાગમાં છે. પ્રથમ ભાગને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. જેમાં કરોડરજ્જુ અને મગજનો ભાગ હોય છે, જ્યારે બીજા ભાગને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. જેમાં સમગ્ર શરીરની અન્ય તમામ ચેતાઓ હોય છે. ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)માં રોગપ્રતિકારક તંત્ર નર્વસ સિસ્ટમના બીજા ભાગ પર હુમલો કરે છે, એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ.

આ બીમારીએ અમેરિકાના રાષ્ટ્રપતિનો લીધો હતો જીવ

આ રોગનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, વૈશ્વિક સ્તરે તેનાથી પ્રભાવિત લગભગ 7.5% લોકો મૃત્યુ પામે છે. ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) એક દુર્લભ રોગ છે કારણ કે દર વર્ષે આ રોગ એક લાખ લોકોમાંથી એક કે બે વ્યક્તિમાં જોવા મળે છે. આ રોગ અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટના મૃત્યુનું કારણ પણ બન્યો હતો. રૂઝવેલ્ટને આ રોગને કારણે લકવો થઈ ગયો હતો. તેમની કમર નીચેનો ભાગ કામ કરતું બંધ થઈ ગયું હતું. પરંતુ તે સમયે એવું કહેવાતું હતું કે, રૂઝવેલ્ટનું મૃત્યુ પોલિયોથી થયું હતું. પરંતુ પાછળથી સંશોધનમાં જાણવા મળ્યું કે તેમના મૃત્યુનું કારણ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ હતું.

નોંધનિય છે કે, આ સિન્ડ્રોમનું નામ ફ્રેંચ ન્યુરોલોજિસ્ટ જ્યોર્જ ગિલેન અને જીન-એલેક્ઝાન્ડ્રે બેરીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 1916માં ફ્રેન્ચ ડૉક્ટર આન્દ્રે સ્ટ્રોહલ સાથે મળીને આ રોગ વિશે ઘણું સંશોધન કર્યું હતું. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં પેરુમાં ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) એ તબાહી મચાવી હતી. આને પહોંચી વળવા માટે ત્યાંની સરકારે 90 દિવસ માટે હેલ્થ ઈમરજન્સી લાગુ કરવી પડી હતી.

હવે જાણો શું છે ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)ના લક્ષણો ?

ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇ સાથે શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના પ્રારંભિક લક્ષણો નીચે પ્રમાણે હોઈ શકે છે.

  • હાથ, પગ, પગની ઘૂંટી અથવા કાંડામાં કળતર
  • પગમાં નબળાઈ
  • ચાલવામાં નબળાઈ, સીડી ચડવામાં મુશ્કેલી
  • બોલવામાં, ચાવવામાં કે ખોરાક ગળવામાં મુશ્કેલી
  • બેવડી દ્રષ્ટિ અથવા આંખો ખસેડવામાં મુશ્કેલી
  • તીવ્ર દુખાવો, ખાસ કરીને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો
  • પેશાબ અને શૌચમાં સમસ્યા
  • શ્વાસ લેવામાં તકલીફ

ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) સિન્ડ્રોમના લક્ષણો ઝડપથી વધે છે અને લકવો થઈ શકે છે. આ સ્થિતિ બે અઠવાડિયામાં તેની ટોચ પર પહોંચી શકે છે.

આવો જાણીએ આ સિન્ડ્રોમના કેટલા પ્રકાર છે?

  • એક્યુટ ઇન્ફ્લેમેટરી ડિમાયલીનેયેટિંગ પોલીરેડીક્યુલોન્યુરપૈથી (AIDP): આ ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)નું સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે ઉત્તર અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ જોવા મળે છે. આમાં નર્વસ સિસ્ટમના સ્તર (માયલિન) માં સોજો આવે છે. આ પ્રકારનું સૌથી સામાન્ય લક્ષણ પગથી ઉપર તરફ વિસ્તરેલા સ્નાયુઓની નબળાઈ છે.
  • મિલર ફિશર સિન્ડ્રોમ (MFS): તેની અસર સૌ પ્રથમ આંખોમાં જોવા મળે છે. આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આ સિન્ડ્રોમ મુખ્યત્વે એશિયામાં જોવા મળે છે.
  • એક્યુટ મોટર એક્સોનલ ન્યુરોપૈથી અને એક્સોનલ ન્યુરોપૈથી: આ બે પ્રકારો ચીન, જાપાન અને મેક્સિકોમાં વધુ સામાન્ય છે, પરંતુ ઉત્તર અમેરિકામાં તેમની ઘટનાઓ ઓછી છે.

હવે જાણો શું છે ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) ના કારણો શું છે?

ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) શા માટે થાય છે તે વિશે હજી વધુ સ્પષ્ટતા નથી. પરંતુ આ સામાન્ય રીતે કેટલાક ચેપ પછી જોવા મળે છે. એવું જોવામાં આવ્યું છે કે, ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) ઘણીવાર શ્વસન અથવા પાચન તંત્રના ચેપ પછી દેખાય છે.

વધુ વાંચો : આજથી દેશના આ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, લગ્ન અને લિવ-ઈન રજિસ્ટ્રેશન થશે ફરજિયાત

આવો જાણીએ ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)થી બચવાના ઉપાયો ?

  • ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી પરંતુ તેના લક્ષણો ઘટાડવા અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સારવાર છે.
  • પ્લાઝ્મા એક્સચેન્જ: આમાં પ્લાઝ્મા માટે લોહીની આપલેની પ્રક્રિયા સામેલ છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને રાહત આપે છે.
  • ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી: આમાં રોગપ્રતિકારક તંત્ર સામે કામ કરતા એન્ટિબોડીઝનો ડોઝ આપવામાં આવે છે, જે ચેતા કોષોને વધુ નુકસાનથી બચાવે છે. આ સિવાય પેઈન કિલર અને ફિઝિયોથેરાપીની પણ સલાહ આપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pune GBS Symptoms Guillain-Barrie syndrome
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ