દેશનું એક માત્ર મંદિર જ્યાં પત્ની સાથે બિરાજમાન છે શનિદેવ

By : krupamehta 12:51 PM, 19 December 2018 | Updated : 12:54 PM, 19 December 2018
આમ તો ભારતમાં શનિદેવના ઘણા મંદિર થે, જ્યાં શનિદેવની પ્રતિમા સ્થાપિત છે. પરંતુ છત્તીસગઢમાં સ્થિત શનિ દેવાલય દેશનું એક માત્ર એવું મંદિર છે જ્યાં શનિદેવ પોતાની પત્ની સાથે બિરાજમાન છે. 

શનિદેવનું આ અદ્ધુત મંદિર છત્તીસગઢના કવર્ધા જિલ્લાથી નજીક 15 કિલોમીટર દૂર કરિયામા ગામમાં આવેલું છે. અહીંયા એક રસ્તો મુશ્કેલી વાળો છે. કારણ કે આ મંદિર સુધી કાચો અને પથરાળ રસ્તો જાય છે. 

આ મંદિરમાં શનિદેવની મૂર્તિ એમની પત્ની સાથે સ્થાપિત છે. આ દેશનું એક માત્ર મંજિર છે જ્યાં શનિદેવની સાથે એમની પત્ની પણ મોજૂદ છે. 

જાણવા મળી રહ્યું છે કે આ મંદિરમાં રાખેલી મૂર્તિની શોધ મહાભારત કાળમાં થઇ હતા. પૌરાણિક ધર્મ ગ્રંથો અનુસાર મૂર્તિનું મહત્વ જોઇને લોકો અહીંયા સરસવનું તેલ ચઢાવે છે. મૂર્તિ પર વધારે તેલ ચઢાવવાથી એની પરત જામી ગઇ હતી, ત્યારે એક દિવસ એની સફાઇ કરી ત્યારે શનિદેવ સાથે એમની પત્ની પણ જોવા મળી. 

આ મંદિરની મહિમા જોઇને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે. માન્યતા છે કે જે પણ ભક્ત સાચા દિલથી પોતાના મનની વાત કહે છે, એની તમામ મનોકામનો પૂર્ણ થઇ જાય છે. 

પૌરાણિક ધર્મ ગ્રંથો અનુસાર આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી. જાણવા મળી રહ્યું છે. પાંડવોએ વનવાસ કાળ દરમિયાન પોતાનો થોડોક સમય ભોરમદેવના જંગલોમાં પસાર કર્યો હતો. ત્યારે એમને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. 

શનિ શિંગણાપુરની જેમ આ મંદિરમાં પણ હજારો શ્રદ્ધાળુ આવે છે. અહીંયા મહિલાઓ અને પુરુષો બંનેને પૂજનનો સમાન અધિકાર પ્રાપ્ત છે. 

માન્યતા છે કે જે પણ દંપત્તી આ મંદિરમાં દર્શન કરવા આવે છે એમનું વૈવાહિક જીવન ખૂબ સુખમય રહે છે. Recent Story

Popular Story