બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કુવૈતમાં ફસાયેલા સાબરકાંઠાના 10 લોકોમાંથી એકની ઘર વાપસી, વર્ણવી ચોંકાવનારી આપવીતિ
Last Updated: 03:04 PM, 24 June 2024
Sabarkantha News : કુવૈતની એક ઇમારતમાં આગ લાગવાની ઘટનામાં વધુ એક અપડેટ સામે આવી છે. વિગતો મુજબ કુવૈતમાં ફસાયેલા સાબરકાંઠાના 10 લોકોમાંથી એકની વ્યક્તિની ઘરવાપસી થઇ છે. અલ્પેશ પટેલ નામના યુવકની કુવૈતથી ફિંગર પ્રિન્ટ લઇ તેને ભારત પરત મોકલાયો છે. જેથી હવે ભવિષ્યમાં તે ક્યારેય કુવૈત જઇ શકશે નહિ. નોંધનિય છે કે, હજુપણ સાબરકાંઠાના 9 લોકો કુવૈતમાં ફસાયેલા છે.
ADVERTISEMENT
તમને બધાને યાદ હશે કે 12 જૂનના કુવૈતની એક ઇમારતમાં અચાનક આગ લાગતાં 50 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 45 ભારતીયના પણ મોત થયા હતા. આ તરફ તપાસ દરમિયાન આ લોકોકુવૈતમાં ગેરકાયદે રહેતા હોવાનો ખુલાસો થતાં કુવૈત પોલીસે તપાસ કરી રહી હતી. અત્યાર સુધીની વિગતો મુજબ સાબરકાંઠાના એક જ પરિવારના 10 લોકો ફસાયા હતા. આ દરમિયાન હવે વિજયનગરના દઢવાવના અલ્પેશ પટેલને કુવૈતથી ફિંગર પ્રિન્ટ લઇ મુક્ત કરાયો છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના વિજયનગરના દઢવાવના અલ્પેશ પટેલને કુવૈતથી મુક્ત કરાયો છે. કુવૈતથી ફિંગર પ્રિન્ટ લઇ તેને ભારત પરત મોકલાયો છે જેથી હવે ભવિષ્યમાં તે ક્યારેય કુવૈત જઇ શકશે નહિ. આ તરફ હવે કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલના કહેવા પ્રમાણે હજુ દેશના 500 લોકો ફસાયેલા છે. કુવૈત વહીવટી તંત્ર પ્રતિ દિન 10થી 15 લોકોને મુક્ત કરી રહી છે. આ સાથે હજુપણ સાબરકાંઠાના 9 લોકો કુવૈતમાં ફસાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.