મહાવિવાદ /
'અરેસ્ટ તો એમનો બાપ પણ ન કરી શકે...': બાબા રામદેવનો વધુ એક વીડિયો વાયરલ
Team VTV11:00 AM, 26 May 21
| Updated: 02:27 PM, 26 May 21
બાબા રામદેવ છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે અને કોરોના મહામારી વચ્ચે એલોપેથી અને પતંજલિ વચ્ચેના વિવાદના કાણે રામવેદને ટીકાકારોનો સામનો કરવો પડ્યો છે.
બાબા રામદેવ પર છેડાયો મહાવિવાદ
રામદેવે આપ્યુ ભડકાઉ નિવેદન
અરેસ્ટ તો કોઇનો બાપ પણ ન કરી શકે...
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને પણ બાબા રામદેવને આ પ્રકારના નિવેદનોથી બચવા માટેની સલાહ આપી છે. બીજી તરફ ઇન્ડીયન મેડિકલ એસોસિયેશને પણ બાબા વિરુદ્ધ પ્રદર્શનો કર્યા છે.
— Suneet Singh Rathod (@Suneet30singh) May 26, 2021
IMAએ પતંજલિના સંસ્થાપર રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી છે તો કેટલીક જગ્યાએ ડૉક્ટર્સે પતંજલિ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્ય છે. સોશ્યલ મિડીયા પર પણ બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન થયુ સાથે જ બાબાની ધરપકડની માગ પણ ઉઠી છે.
બાબાએ આપ્યુ નિવેદન
આ પ્રકારના માહોલ વચ્ચે રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં તે કહી રહ્યાં છે કે એરેસ્ટ તો તેમનો બાપ પણ ના કરી શકે.
આ વીડિયોમાં રામદેવ તેવું કહી રહ્યાં છે કે, લોકો ક્યારેક રામદેવની ધરપકડ માટે ટ્રેન્ડ ચલાવે છે તો ક્યારેક રામદેવ ઠગ છે તેવું કહે છે પરંતુ અમે આ બધા ટ્રેન્ડથી ઉપર છીએ.
આ વીડિયો ક્યારનો છે તેને લઇને કોઇ વાત સામે આવી નથી પરંતુ આ વીડિયોને ટ્વિટ કરીને યુઝર્સ રામદેવ પર નિશાન સાધી રહ્યાં છે. કેટલાક યુઝર્સ કહી રહ્યાં છે કે હવે સ્વામી રામદેવ કાયદાથી પણ ઉપર થઇ ગયો છે.
"अरेस्ट तो उनका बाप भी नहीं कर सकता"
ये कानून को खुली चुनौती दे रहा है। सरकार बताए कि वो किस तरफ है? pic.twitter.com/QEkEkdjcyW
રામદેવ પર એફઆઈઆર કરાવવાની તૈયારી
ડોક્ટર લેલેએ જણાવ્યું કે અમારી ટીમ રામદેવના સવાલના જવાબો તૈયાર કરી રહી છે. અમે તેમના બધા સવાલોનો જવાબ આપીશું. આઈએમએના ડોક્ટર અમને ફોન કરીને પૂછી રહ્યાં છે કે રામદેવ કેવા પ્રકારની હાસ્યાસ્પદ વાતો કરી રહ્યાં છે. બાબા રામદેવની સામે એફઆઈઆર દાખલ કરાવવામાં આવશે.
— Abhay Singh Sonwani (@abhaysonwani_cg) May 25, 2021
કોરોનિલ પર સવાલ ઉઠાવ્યાં
ડોક્ટર લેલેએ જણાવ્યું કે ડોક્ટર એટલા બધા વ્યસ્ત છે. 747 ડોક્ટરોના ગયા વર્ષે મોત થયા છે. તેમણે વેક્સિન લીધી જ નહોતી. બીજી લહેરમાં 500 ડોક્ટરોના મોત થયા છે. રામદેવ જે દાવો કરી રહ્યાં છે તે ખોટો છે. તેમણે રામદેવના દાવા પર કહ્યું કે પતંજલિની કોરોનિલ ખાઈને લોકો સાજા થઈ ગયા છે તે વાત બાબા રામદેવ શા માટે ઈન્ટરનેશનલ જર્નલમાં છપાવીને જાહેર કરાવી રહ્યાં નથી.
रामदेव का खुला चैलेंज
अरेस्ट तो स्वामी रामदेव को उनका बाप भी नहीं कर सकता!#भाजपा की सरकारी क्या इतनी कमजोर है भक्तों? pic.twitter.com/t1X6vYkU0Y