પુલવામામાં વધુ એક આતંકી ઠાર મરાયો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને પૈરા ફોર્સનું સર્ચ ઓપરેશન

By : vishal 06:56 PM, 18 February 2019 | Updated : 06:56 PM, 18 February 2019
શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રીથી ચાલી રહેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસે ડીઆઇજી અમિત કુમાર અને સેનાના બ્રિગેડિયર ઇજાગ્રસ્ત થયા છે. 

પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રીના 12 વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. જેમાં સાઉથ કાશ્મીરના ડીઆઇજી અમિત કુમાર, ભારતીય સેનાના એક લેફ્ટિનેન્ટ કર્નલ સહિત કેટલાક અન્ય સેનાના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. 

ત્યારે પિંગલેના ગામમાં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ અને પૈરા ફોર્સિઝ દ્વારા ટીમે વધુ એક આતંકવાદીને ઠાર માર્યો છે. ત્યારે અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે, જેમાં જૈશ એ મોહમ્મદના બે ટોપ કમાન્ડર પણ સામેલ છે.

મળતી માહિતી અનુસાર, પુલવામામાં થયેલ આ ઓપરેશન દરમિયાન પિંગલેના ગામમાં ભારે હિંસા ભડકી છે જેને લઇને વિસ્તારમાં સીઆરપીએફની કેટલીક ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આતંકવાદીઓની સાથે થઇ રહેલ અથડામણમાં સવાલે જૈશના બે ટૉપ કમાન્ડરો પણ ઠાર મરાયા હતા. ત્યારબાદ સાંજે તેનો ત્રીજો સાથીને પણ મોતને ઘાટ ઉતરવામાં આવ્યો. 

રવિવાર સવારે આ કાર્યવાહીમાં સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થયા હતા. અથડામણ દરમિયાન આ વિસ્તારમાં સેના અને પોલીસની કેટલીક ટીમોને સોમવાર બપોરે તેનાત કરી દેવામાં આવી હતી. બપોર બાદ આ ઓપરેશનમાં એસએસપી પુલવામા, ડીઆઇજી સાઉથ કાશ્મીર સહીત સીઆરપીએફ અને સેનાના કેટલાક અધિકારી પણ સામેલ હતાRecent Story

Popular Story