બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:41 PM, 22 March 2025
IPL 2025 સુપર ઓવર નિયમ:
ADVERTISEMENT
IPL 2025 શનિવારથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. આ મેચ પહેલા, BCCI એ સુપર ઓવર અંગે એક નવો નિયમ બનાવ્યો છે, જે હેઠળ બંને ટીમો પાસે સુપર ઓવર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય હશે.
🚨 SUPER OVER RULES IN IPL. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2025
- A maximum of one hour will be provided for Super Overs.
- Any number of Super Overs can be played, but within the 1 hour time frame. (Cricbuzz). pic.twitter.com/PiASMBJ8t4
ADVERTISEMENT
સુપર ઓવર વિશે BCCIએ શું કહ્યું?
BCCIના આ નિયમ હેઠળ, પરિણામ આવે ત્યાં સુધી સુપર ઓવર એક કલાકમાં ચાલુ રહેશે. જોકે, BCCIને આશા છે કે ટાઇ થયેલી મેચ એક કલાકમાં પૂર્ણ થઈ જશે. આ અંગે બોર્ડે કહ્યું, 'મેચ પૂરી થયા પછી, વિજેતાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ઈચ્છા મુજબ સુપર ઓવર રમી શકાય છે.' મેચ પૂરી થયાના દસ મિનિટની અંદર પહેલી સુપર ઓવર શરૂ થવી જોઈએ.
જો વરસાદ પડે તો, સુપર ઓવર IPL મેચ રેફરી દ્વારા નક્કી કરાયેલા સમયે શરૂ થશે.
આ પણ વાંચો: ક્યાંક વીજ કનેક્શન કપાયા, તો ક્યાંક દબાણો હટાવાયા, ગુજરાતભરમાં કુખ્યાતોના ગેરકાયદે અડ્ડા જમીનદોસ્ત!
🚨 SUPER OVER rules in #IPL2025 explained!@vijaymirror's report : https://t.co/deohlx9TWL#CricketTwitter #IPL #KKRvsRCB #KKRvRCB pic.twitter.com/1d4WLMfCFi
— Cricbuzz (@cricbuzz) March 22, 2025
રેફરી નક્કી કરશે કે કયો સુપર ઓવર છેલ્લો રહેશે.
બીસીસીઆઈએ વધુમાં કહ્યું, 'જો પહેલી સુપર ઓવર ટાઈ થાય છે, તો પછીની સુપર ઓવર તેના અંતના પાંચ મિનિટ પછી શરૂ થવી જોઈએ.' જો મેચ રેફરીને લાગે કે સુપર ઓવર 1 કલાકના સમયગાળામાં પૂર્ણ થઈ શકશે નહીં, તો તે કેપ્ટનોને જણાવશે કે કયો ઓવર છેલ્લો સુપર ઓવર હશે. જો છેલ્લી સુપર ઓવરમાં કોઈ પરિણામ ન આવે તો મેચ ડ્રો થશે અને બંને ટીમો વચ્ચે પોઈન્ટ વહેંચવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.