One more piece of bad news for the Modi government in the economic sphere, the fiscal deficit will increase so much
સંકટ /
અર્થતંત્ર ક્ષેત્રે મોદી સરકાર માટે વધુ એક માઠા સમાચાર, નાણાંકીય ખાધ આટલી વધી જશે
Team VTV06:34 PM, 03 Oct 20
| Updated: 06:38 PM, 03 Oct 20
વર્તમાન નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ તેનાઅનુમાનિત અંદાજ કરતાં ઘણી વધી શકે છે. વર્ષ દરમિયાન રાજ્યો અને કેન્દ્રની કુલ રાજકોષીય ખાધ GDP ના 13 ટકા જેટલી થઈ શકે છે. તેવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.
ચાલુ નાણાંકીય વર્ષની ખાધ અનુમાન કરતાં વધી જશે
કુલ GDP ના 13 ટકા સુધી પહોંચી શકે છે નાણાંકીય ખાધ
CAG ની રિપોર્ટ પ્રમાણે બજેટના અનુમાનનાં 109.3 ટકા થઈ ગઈ છે ખાધ
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર આ વર્ષે માર્કેટ વેલ્યુ પર આધારિત GDP નાણાકીય વર્ષ 2018-19ના સ્તરથી નીચે રહેવાનો અંદાજ છે.અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "વર્તમાન ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને, અમે કેન્દ્ર અને રાજ્યોની વર્તમાન નાણાકીય ખાધ તેના GDP ના 13 ટકા સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ."
શું કહે છે CAG ના આંકડા?
ભારત ના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ( CAG ) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, નાણાકીય ખાધ (ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત) એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન રૂ. 8,70,347 કરોડ પર પહોંચી ગઈ છે, જે બજેટમાં અંદાજિત વાર્ષિક લક્ષ્યાંકના 109.3 ટકા છે.
ઓગસ્ટ સુધીમાં ખાધ અંદાજના 109.3 ટકા પર પહોંચી ગઈ છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'આ આંકડા જોતાં નાણાકીય ખાધ પહેલાથી જ 8.7 લાખ કરોડ રૂપિયા અથવા બજેટના અંદાજમાં 109.3 ટકા સુધી પહોંચી ગઈ છે, સરકારને નવા રૂ. ધિરાણના લક્ષ્યાંકને વળગી રહેવા માટે ખર્ચમાં મોટો ઘટાડો કરવાની જરૂર પડશે, જે આર્થિક વિકાસ માટે નકારાત્મક રહેશે.'
પહેલા અનુમાનિત અંદાજ આટલો મૂકાયો હતો
આ અહેવાલમાં, કેન્દ્ર અને રાજ્યોના આંકડાઓ અલગથી જણાવાયા નથી. SBI રિસર્ચે અગાઉ આગાહી કરી હતી કે કેન્દ્ર ની રાજકોષીય ખાધ સરકાર ના 3.8 ટકાના અંદાજ કરતા બમણાથી વધુ એટલે કે 7.9 ટકા જેટલી થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધિરાણ બજાર ઉધાર ના કાર્યક્રમને ચાલુ રાખવા અને વળગી રહેવામાં આવે તો ખુશ થશે, પરંતુ સરકાર ની હાલની નાણાકીય પરિસ્થિતિને જોતા તે કરી શકવું પડકારજનક લાગે છે.
SBI રિસર્ચે કહ્યું હતું કે, 'એક્સાઈઝ ડ્યુટીમાં વધારો (જે ઓગસ્ટ સુધીમાં 32 ટકાનો વધારો થયો છે), કર અને બિન-કરવેરા આવકમાં અને ડિસઇન્વેસ્ટમેન્ટ માં ઘટાડો ધ્યાનમાં લેતા કેન્દ્રની રાજકોષીય ખાધ લગભગ 7 લાખ કરોડ રૂપિયા જેટલી રહેવાનું અનુમાન છે.