One more person died while playing cricket in Rajkot
SHORT & SIMPLE /
રમતા-રમતા મોત: રાજકોટમાં ક્રિકેટ રમવા ગયેલા 45 વર્ષના વ્યક્તિનું મૃત્યુ, દોઢ જ મહિનામાં આવી આઠમી ઘટના
Team VTV10:59 AM, 19 Mar 23
| Updated: 11:09 AM, 19 Mar 23
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે વધુ એકનું દુઃખદ અવસાન થયું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વ્યક્તિનું મૃત્યુ પણ હાર્ટ એટેકને કારણે થયું છે.
રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા મોત
રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું થયું હાર્ટ એટેકથી મોત
યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરી અત્યારસુધી આવા બનાવની અંદર હાર્ટ ઍટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું. પરંતુ તબીબોના તારણ અને અનુભવ મુજબ હવે કોરોના પછી યુવાનોમાં પણ હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જેમાં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે યુવકોને હાર્ટ એટેક આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થઈ ગયું. આજે પણ આવો જ બનાવ સામે આવ્યો છે.
હાર્ટ એટેક આવતા મોત
રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા વખતે હાર્ટ ઍટેક આવતા દુઃખદ અવસાન થયું છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે 45 વર્ષીય મયુર મકવાણા અચાનક ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક મયુરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં આ પહેલા પણ આવી જ ઘટનામાં 4 યુવકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા.