One more important decision gujarat government coronavirus
કોરોના વાયરસ /
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
Team VTV03:24 PM, 16 Aug 20
| Updated: 03:25 PM, 16 Aug 20
રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રિક્ષાચાલક, સરકારી, ખાનગી વાહનોમાં પેસેન્જર અને શોપિંગ મોલ અને શોરૂમમાં ગ્રાહકોને લઇને વધુ એક નિર્ણય લેવાયો છે.
કોરોનાનું સંક્રમણ રોકવા વધુ એક નિર્ણય
ખાનગી વાહનમાં માસ્ક પહેરવું ફરજિયાત
મોલ, શો-રૂમમાં પણ માસ્ક વગર એન્ટ્રી નહીં
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. તેવામાં હવે ગુજરાત સરકારે વધુ એક નિર્ણય લીધો છે. જેમાં હવે રીક્ષા અને અન્ય ખાનગી વાહનોમાં પેસેન્જર માસ્ક વગર નહીં બેસી શકે. જો પેસેન્જર માસ્ક વગર દેખાશે તો પેસેન્જર અને વાહનચાલક બંને પાસેથી દંડ વસૂલાશે. શોપિંગ મોલ અને શો રૂમમાં પણ ગ્રાહક માસ્ક વગર નહીં જઈ શકે. જો ગ્રાહક માસ્ક વગર દેખાયો તો મોલ કે દુકાન માલિક અને ગ્રાહક બંને પાસેથી દંડ વસૂલાશે.