બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:40 PM, 18 September 2024
દેશમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવા ખળભળાટ મચી જવા પામ્યો છે. દુબઈથી કેરળ પરત ફરેલ એક વ્યક્તિ મંકીપોક્સ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. કેરળ સરકારે આ વાતની પુષ્ટિ કરી છે. 38 વર્ષીય વ્યક્તિ મલ્લપુરમ જિલ્લામાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે કહ્યું કે વ્યક્તિમાં મંકીપોક્સ ચેપની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ કેરળના મલપ્પુરમમાં 38 વર્ષીય વ્યક્તિમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે આ વ્યક્તિમાં દુબઈથી પરત આવ્યા બાદ લક્ષણો જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
આ અંગે જાણ થતાં જ વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને નિયુક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મંગળવારે માહિતી આપી હતી કે આ વ્યક્તિએ લક્ષણો જોયા બાદ પરિવારથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.
ADVERTISEMENT
જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ હાલમાં જ દુબઈથી કેરળ આવ્યો હતો અને બીમાર પડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને મંજેરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે દિલ્હીમાં મંકીપોક્સનો એક નવો કેસ નોંધાયો હતો. હરિયાણાના હિસારનો એક 26 વર્ષીય વ્યક્તિ વાયરસથી ચેપ લાગ્યો હતો અને તેને દિલ્હી સરકારની એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને એક અલગ કેસ ગણાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં જુલાઈ 2022 થી અત્યાર સુધીમાં કુલ 30 કેસ નોંધાયા છે. મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આ કેસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જાહેર કરાયેલ હાલની જાહેર આરોગ્ય ઈમરજન્સીથી અલગ છે, જે મંકીપોક્સના ક્લેડ 1 સાથે સંબંધિત છે.
વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.
સીડીસી અનુસાર આ રોગ કોઈ સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી, ઘા કે પછી શેર કરવામાં આવેલી વસ્તુઓના સંપર્કથી ફેલાય શકે છે.
જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્ધારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.
સવારમાં ઉઠતાવેંત જ ઉલ્ટી જેવું થવા લાગે તો ચેતી જજો, હોઇ શકે છે આ સમસ્યાઓ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.