Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

યુવકે માતા-પિતા પર કેસ કર્યોઃ કહ્યું શા માટે મને પૂછ્યાં વિના જન્મ આપ્યો

યુવકે માતા-પિતા પર કેસ કર્યોઃ કહ્યું  શા માટે મને પૂછ્યાં વિના જન્મ આપ્યો
મુંબઇમાં એક શખ્સે પોતાનાં જ માતા-પિતા વિરૂદ્ધ કેસ દાખલ કરવાની યોજના બનાવી. શખ્સે એવો આરોપ લગાવ્યો કે તેનાં માતા-પિતાએ તેની સહમતિ વિના જ તેને જન્મ આપ્યો છે. 27 વર્ષનાં રફાએલ સૈમુઅલે પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ લખીને આની જાહેરાત કરી હતી.

તેને લખ્યું કે તે પોતાનાં માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે પરંતુ તેઓએ (માતા-પિતા)એ પોતાનાં આનંદ માટે તેને જન્મ આપ્યો હતો. એંટી-નેટલિજ્મ પર કદાચ તેની બીજી પોસ્ટ તેમની પ્રોફાઇલ પર જોવા મળી શકે છે.

તમને જણાવી દઇએ કે એંટી નેટલિજ્મ એવી વિચારધારા છે કે જે અનુસાર માનવ જીવનમાં ખૂબ પીડાઓ છે જેથી લોકોએ બાળકો પેદા કરવાનું બંધ કરી દેવું જોઇએ. સૈમુઅલ આ વિચારધારાથી પ્રભાવિત લાગે છે. તેને પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે 'મારે કષ્ટ કેમ ઉઠાવવું જોઇએ? મારે કામ કેમ કરવું જોઇએ?

જ્યારે કોઇએ પોતાનાં મતલબને માટે આપને જન્મ આપ્યો છે.' એક ઇન્ટરવ્યૂમાં સૈમુઅલે કહ્યું હતું કે વંશવૃદ્ધિ દુનિયાનું સૌથી નાર્સિસિસ્ટિક (આત્મકામી) કામ છે. તેઓએ જણાવ્યું કે લોકોને એમ પૂછાવું જોઇએ કે તેઓ એમ કહેતા બાળકને જન્મ આપે છે કે તેઓને આ જોઇએ છે. કોઇ બાળકને આ દુનિયામાં લાવવું એ ખોટું છે જે પીડાથી ભરેલ છે.



રફાએલનાં આ પગલાં બાદ તેની માંએ આ મામલે જવાબ આપતા જણાવ્યું કે 'હું રાફેલની માં અને આ મારી પ્રતિક્રિયા છે કે દીકરાની આ વાત પર જેને લઇને ઉથલ-પાથલ મચી ગયો છે. સૌથી પહેલાં હું મારા બાળકની આ વાતની પ્રશંસા કરું છું કે તે એમ જાણતો હોવાં છતાં અમે બંને વકીલ છીએ તેમ છતાં અમને તે કોર્ટમાં ઘસેડવા માંગે છે. જો કોર્ટમાં સેમ્યુલ તર્કસંગત રીતે પોતાની વાતને રાખવામાં સફળ થઇ જાય તો હું મારી ભૂલનો સ્વીકાર કરી લઇશ.'


 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ