One Killed, Two People Injured As Tractor Road Accident Today
દુર્ઘટના /
મધ્યપ્રદેશમાં ટ્રેલર-ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સમગ્ર ઘટનાનો વીડિયો જોઇ કંપારી છૂટી જશે
Team VTV08:33 AM, 02 Aug 20
| Updated: 08:35 AM, 02 Aug 20
મધ્યપ્રદેશના ઈન્દોર-ઈચ્છાપુર હાઈવે પર ચમાટી ગામ પાસે એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ટ્રેલર ચાલકે ટ્રેક્ટર અને બાઈક ચાલકને અડફેટે લઈ લીધા હતા. ત્યાર બાદ ટ્રેલર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ સમગ્ર ઘટના એક મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.
મધ્યપ્રદેશના ખંડમાં ટ્રેલર-ટ્રેક્ટર વચ્ચે અકસ્માત
એક વ્યક્તિનું મૃત્યુ, 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
ટ્રેલર ચાલકની કરવામાં આવી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, અસલમાં ટ્રેલર ચાલક હડબડાટીમાં ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. તે સમયે ટ્રેલર પાછળ આવતા બે બાઈક સવાર યુવકોએ પોતાના મોબાઈલમાં ટ્રેલરનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. ટ્રેલર ચાલક વારંવાર રોડની સાઈડમાં ટ્રેલર ઉતારી રહ્યો હતો. ક્યારેક રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતો હતો.
આ દરમિયાન ટ્રેલર ફરી એકવાર રોંગ સાઈડ જતું રહ્યું હતું. તે સમયે સામેથી આવી રહેલું ટ્રેક્ટર અને બાઈક ચાલક ટ્રેલરની અડફેટે આવી ગયા. ધડાકાભેર ટ્રેલર અથડાયા બાદ ટ્રેક્ટરના બે ટૂકડા થઈ ગયા હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત
આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ટ્રેક્ટરમાં સવાર બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. આ મામલે પોલીસે ટ્રેલર ચાલક આરોપીની ધરપકડ કરી છે.