ગોતા બ્રીજ નજીક બેકાબુ બનેલ ટ્રેલર 4 દુકાન પર ફરી વળ્યું, એકનું ઘટના સ્થળે મોત

By : hiren joshi 10:34 AM, 16 June 2018 | Updated : 10:34 AM, 16 June 2018
અમદાવાદઃ શહેરમાં SG હાઈવે પર ટ્રેલરના અકસ્માતની ઘટના સામે આવી છે. ગોતા બ્રીજ પાસે બેકાબુ બનેલા ટ્રેલરનો અકસ્માત થયો છે. બેકાબુ ટ્રેલરે 4 દુકાન પર ફરી વળ્યુ છે. આ અકસ્માત થતા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયુ છે.


આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ અમદાવાદના ગોતા બ્રીજ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેકાબુ બેનેલુ ટ્રેલર રોડ પર આવેલી 4 દુકાનો પર ફરી વળ્યું હતું.


મળતી માહિતી અનુસાર, ટ્રેલરે કાબુ ગુમાવતા ટ્રેલર દુકાનોમાં ઘુસી ગયું હતું જ્યારે અહીં સિક્યુરિટી યુવકનું મોત થયું હતું. આ ઘટના સર્જાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા.Recent Story

Popular Story