દુનિયાના પૂર્વ ભાગ અને ખાસ કરીને જાપાની કલ્ચરમાં તો મેચા (Matcha)ગ્રીન ટીનો ઉપયોગ છેલ્લા કેટલાક દાયકાઓથી થાય છે પરંતુ હવે દુનિયાના બીજા ભાગોમાં પણ ફેમસ થઇ ગઇ છે અને તેને દુનિયાનું સૌથી શક્તિશાળી સૂપરફૂડ કહેવામાં આવે છે. પોષક તત્વો અને ફાયદાઓની વાત કરીએ તો એક કેપ મેચા ગ્રીન ટી 10 કપ રેગ્યુલર ગ્રીન ટીના ફાયદાના બરાબર છે. મેચા ટીમાં હાઇ લેવલ એન્ટિઓક્સિડંટ્સ અને એન્ટિ કાર્સિનોજિક તત્વો છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ફાયદાકારક હોવાની સાથે ટેસ્ટી પણ છે મેચા:
ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ જે સ્વાસ્થય માટે લાભદાયી હોય પરંતુ ટેસ્ટ જરા પણ ન હોય તો તે કડવી દવા જેવી જ લાગે છે. પરંતુ મેચા ગ્રીન ટી બિલકુલ એવી નથી. મેચા ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે સાથે ટેસ્ટી પણ છે. અહીં જણાવેલા ફાયદા વાંચશો તો તમે પણ ગ્રીન ટી છોડીને મેચા ટી પર ફોકસ કરશો.
ઇમ્યૂનિટી વધારે છે:
મેચા ટીમાં પોટેશિયમ વિટામિન A વિટામિન C આયનર પ્રોટીન કેલ્શિયમ અને કેટેચિન્સ પ્રાપ્ત થાય છે જે અમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે આ સાથે જ મેચમાં HIV અને હ્યૂમન ટી-સેલ્સ જેવી બિમારીઓથી સુરક્ષા પ્રદાન કરવાની પણ ક્ષમતા છે.
એન્ટિઓક્સિડેંટ એજંટ:
સૂર્યના હાનિકારક UV કિરણોથી રક્ષણ આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડવામાં મેચા ટી મદદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈપણ ફૂડ કે ડ્રિંકની તુલનામાં મેચામાં 5 ગણું વધારે એન્ટિઓક્સિડેંટ હોય છે.
હૃદય રોગથી બચાવે:
મેચામાં હાજર એપીગૈલોકૈચીન ગેલેટ (EGCG) શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે જેનાથી આપણી કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ હંમેશા ફિટ અને હેલ્ધી રહે છે.
શરીરને ડિટોક્સ કરે છે:
નોર્મલ ગ્રીન ટીની જેમ જ મેચા પણ એક પાવરફુલ ડિટોક્સિફાયર છે જે શરીરમાંથી કેમિકલ ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદરૂપ છે