બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓને વિદેશ નહીં જવું પડે! એરો સ્પોર્ટ્સ કાર્નિવલમાં માણી શકશે હોટ એર બલૂન રાઈડની મજા
Last Updated: 11:31 PM, 13 December 2024
વધુ વિગતો આપતા આયોજક સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસીય ઇવેન્ટમાં ટેથર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એરો સ્પોર્ટ્સ એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો, કિડ્સ ઝોન, ફ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આ કાર્નિવલમાં હોટ એર બલૂન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ADVERTISEMENT
બલૂન 100 ફૂટની ઉંચાઈએ ઉડશે
ત્યારે નાઇટ ગ્લો હોટ એર બલૂન શો કાર્નિવલ માં મુખ્ય આકર્ષણોમાંનું એક છે. જેમાં બલૂન 100 ફૂટની ઉંચાઈએ ઉડશે જેમાં વાઇબ્રન્ટ રંગો, પ્રિન્ટ અને સ્લોગન જોવા મળશે . આ કાર્નિવલમાં તમામ પ્રવૃતિઓ DGCA માન્ય પાયલોટ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લગ્નના એક દિવસ પહેલા વરરાજાને ખાવી પડી જેલની હવા, દુલ્હા સહિત 13 લોકોની ધરપકડ
પ્રવેશ ટિકિટ
કાર્નિવલમાં પ્રવેશ ટિકિટની કિંમત રૂ. 400 થી શરૂ થાય છે. જ્યારે 12 વર્ષ સુધીના બાળકો માટે કોઈ પ્રવેશ ટિકિટ નથી. જ્યારે એડવેન્ચર એક્ટિવિટી માટેની ટિકિટની કિંમત રૂ. 2000 થી રૂ. 5000 સુધીની રખાઈ છે. આ ઇવેન્ટની બુકમાયશો અને ઓલઈવેન્ટ્સ પર ટિકિટ બુક કરી શકાશે. ત્યારે 1 વર્ષની મહેનત બાદ કાર્નિવલનું આયોજન કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT