બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / એક વખત આ પાણીથી વાળ ધોઈ કાઢ્યા તો ડેન્ડ્રફ ફરકશે પણ નહીં, દાદીનો દેશી નુસખો કારગર
Last Updated: 07:33 PM, 12 November 2024
ફટકડીના ઘણા ઉપયોગો છે, તે વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરે છે. જે સ્કેલ્પની સફાઈ અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. ફટકડી વાળમાં કેવી રીતે લગાડવી અને તેને લગાવવાથી કયા ફાયદા થાય છે તે અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું.
ADVERTISEMENT
પહેલા ફટકડીને વાટી નાખો અને તેના પાઉડરને ગુલાબ જળમાં મિક્સ કરી દો ત્યાર બાદ રૂની મદદથી પોતાના સ્કેલ્પ લગાવો અને 15 - 20 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ ઠંડા પાણીથી ધોઈ લો અને બીજા દિવસે શેમ્પૂ કરી લો. આ રીતે તમે અઠવાડિયામાં 1 વાર આ ઉપાય કરી શકો છો. આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
ADVERTISEMENT
તમે ઈંડામાં મિક્સ કરીને પણ ફટકડી લગાવી શકો છો. એના માટે ફટકડીના પાઉડરમાં ઈંડુ ફોડીને મિક્સ કરી દો. તેને સ્કેલ્પમાં 20મિનિટ સુધી લગાવીને રાખો. ત્યાર બાદ શેમ્પૂ કરી દો. જે વાળ માટે ફાયદાકારક રહેશે.
ફટકડીના પાણીથી વાળ ધોવાથી અનેક ફાયદા થાય છે. જેમાં સ્કેલ્પ સાફ રહે છે અને ડેન્ડ્રફ દૂર થાય છે. સ્કેલ્પમાં ખુજલીની સમસ્યા પણ દૂર થાય છે. તે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. એનાથી વાળ ખરવાનું પણ ઓછું થાય છે. અને વાળ હેલ્થી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.