બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / On this Navratri you can win one kilo of gold

ગોલ્ડ ફેસ્ટિવલ / ગોલ્ડન ચાન્સ ચુકતા નહીં: આ નવરાત્રી પર જીતી શકો છો એક કિલો સોનું, આ છે ઓફર

Mahadev Dave

Last Updated: 08:35 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્વેલર્સ એસોસિએશન બેંગલુરુ દ્વારા ગોલ્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. નવરાત્રીના રોજ આ ઈવેન્ટ 15મી ઓક્ટોબરે શરૂ થશે જે 30મી નવેમ્બરે સુધી ચાલશે.

  • જ્વેલર્સ એસોસિએશન બેંગલુરુ દ્વારા ગોલ્ડ ફેસ્ટિવલનું આયોજન
  • 15મી ઓક્ટોબરે શરૂ થશે જે 30મી નવેમ્બરે સુધી ચાલશે
  • તમારી પાસે પણ એક કિલો સોનુ ખરીદવાની તક છે

દિવાળીના તહેવારો નજીક છે ત્યારે જો તમેં પણ સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે કારણ કે જ્વેલર્સ એસોસિએશન બેંગલુરુ દ્વારા ગોલ્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. નવરાત્રીના રોજ આ ઈવેન્ટ 15મી ઓક્ટોબરે શરૂ થશે જે 30મી નવેમ્બરે સુધી ચાલશે. મતલબ કે બેંગલુરુમાં આ ગોલ્ડ ફેસ્ટિવલ દોઢ મહિના સુધી ચાલશે. જેને લઈને તમે સોનુ ખરીદી શકો છે.

Topic | VTV Gujarati

જ્વેલર્સ એસોસિએશન દ્વારા જણાવાયા અનુસાર
આ સુવર્ણ ઉત્સવમાં લગભગ 150 જ્વેલર્સ ભાગ લેશે. મહત્વનું એ છે કે ઈવેન્ટ દરમિયાન ગ્રાહકોને ચાર સાપ્તાહિક ડ્રો અને એક ગ્રાન્ડ ડ્રોમાં ભાગ લેવાની તક મળશે. જેમાં મેગા ડ્રોનું પણ આયોજન કરાશે. જેના વિજેતાને તરીકે 1 કિલો સોનું અને 5 કિલો ચાંદી આપવામાં આવશે. આમ તમારી પાસે પણ એક કિલો સોનુ ખરીદવાની તક છે. 'સેવ ઇન ગોલ્ડ, સોનું તમને બચાવશે' છે. આ ઈવેન્ટમાં નવી પેઢીને સોનું, ચાંદી, પ્લેટિનમ અને કિંમતી ધાતુઓને ઓળખવા વિશે માહિતી અપાશે તેમ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જણાવાયુ છે. ઇવેન્ટની થીમ આ સિવાય રોકાણ વિશે પણ માહિતી આપવામાં આવશે. 

બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા રમેશ અરવિંદે કહ્યું કે...
ગોલ્ડ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા રમેશ અરવિંદના જણાવ્યા અનુસાર સોનામાં રોકાણએ સૌથી વિશ્વસનીય છે અને તે રોકાણકારોને ફાયદો કરાવે છે.સુવર્ણ ઉત્સવની આવકનો ઉપયોગ જ્વેલરી બનાવતા કારીગરોના કલ્યાણ માટે કરવામાં આવશે.સોનાની કિંમત હાલ 57, 542 રૂપિયા પ્રતિ તોલા દીઠ છે. જ્યારે આજે ચાંદીની કિંમત 68, 875 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી છે. આપણે કહી શકીએ કે આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 292 રૂપિયાનો વધારો થયો છે. સોનું અત્યારે તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 4,043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Navratri 2023 gold fastival ગોલ્ડ ફેસ્ટિવલ ગોલ્ડન ચાન્સ નવરાત્રી Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ