બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ATMમાં રૂપિયા ઉપાડવા જતા હોવ તો ચેતી જજો! નહીંતર લૂંટાઈ જશો, કિસ્સો જાણીને ચોંકી જશો
Last Updated: 11:15 AM, 11 June 2024
એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને લોકો પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરી એટીએમના પીન નંબર મેળવીને ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ટોળકીના 2 શખ્સોને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે
ADVERTISEMENT
મદદ કરવાનું કહી ATM કાર્ડ બદલી નાંખતા
6 જૂન 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપાલી સોસાયટીની પાછળ ICICI બેંકના ATMમાં ફરિયાદી પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે સમયે એક અજાણ્યા શખ્સ ફરિયાદીની પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદી પાસે રહેલું ATM કાર્ડ બદલી નાખ્યું હતું અને ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી ATM કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી 34,330 ઉપાડી લીધા હતા. આ બાબતે ફરિયાદી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને ને પકડવાની તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
કુલ 48 ATM કાર્ડ જપ્ત કરાયા
કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે પપ્પુરામ જાટ અને પ્રભુલાલ જાટની ધરપકડ કરી છે. આ બંને શખ્સો પાસેથી પોલીસે મોટર સાયકલ અને અલગ અલગ બેંકના 48 ATM કાર્ડ સહિત કુલ 1,03,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમને કાપોદ્રા ઉપરાંત મોટા વરાછા વિસ્તારમાં એક જગ્યા પર અને કામરેજ વિસ્તારમાં બે જગ્યાએ ATM માં કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી કરી છે.
આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ
પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી પપ્પુરામ જાટ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે રાજસ્થાનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તો આરોપી પ્રભુલાલ ઝાટ સામે પણ રાજસ્થાનના એક પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.