વિધાનસભા બજેટ સત્રના ચોથા દિવસે બે મહત્વની બેઠક

By : admin 09:29 AM, 21 February 2019 | Updated : 09:29 AM, 21 February 2019
આજે વિધાનસભા બજેટ સત્રનો ચોથો દિવસ છે. આજના દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં પ્રથમ એક કલાક રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. પ્રથમ બેઠક 2 વાગ્યા સુધી ચાલશે જ્યારે બપોરે 3 વાગ્યાથી બીજી બેઠકની શરૂઆત થશે.

બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરીથી કરવામાં આવશે. જેમાં ગૃહ, શહેરી વિકાસ અને આરોગ્ય વિભાગોની પૂરક માંગણીઓ પર થશે ચર્ચા અને મતદાન કરવામાં આવશે. આ સાથે જ કૃષિ, શિક્ષણ અને ઊર્જા વિભાગોની પૂરક માંગણીઓ પર પણ ચર્ચા અને મતદાન કરવામાં આવશે.

આ ઉપરાંત લેખાનુદાન પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે. ત્યારબાદ બિન સરકારી વિધેયકો રજૂ કરાશે. જેની સાથે સાથે જાહેર સાહસોના અહેવાલો પણ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે વિધાનસભા બજેટ સત્રનો છેલ્લો દિવસ છે ત્યારે દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. ગઇકાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી મુદ્દે કરેલા નિવેદન બાદ એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ત્રીજા દિવસે ગૃહમાં સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ ઓફ યૂનિટિનો મુદ્દો ભારે ચગ્યો હતો. જેને લઇને વિધાનસભામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને લઇને ભાજપ-કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા હતા. Recent Story

Popular Story