બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાદરવી પૂનમ મહામેળાના પાંચમા દિવસે 6 લાખ ભક્તોએ માતાજી સમક્ષ માથું ટેકાવ્યુ
Last Updated: 10:48 PM, 16 September 2024
આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસ છે. અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર સહિત મંદિરની રેલીંગો ભક્તોથી ઉભરાઈ હતી. અંબાજી મેળાના પાંચમાં દિવસે પાંચમા દિવસે 6 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. જેમાં 90 હજારથી વધુ ભક્તોએ ભોજન લીધું હતું.
ADVERTISEMENT
ભાદરવી પૂનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજીનાં રસ્તાઓ માં અંબાનાં જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. પગપાળા અંબાજી આવતા યાત્રીકોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાનાં માર્ગો જાણે ભક્તિમય બન્યા છે. ગામે ગામથી માનતા પૂરી કરવા ભક્તો પગપાળા આવ્યા હતા. વિવિધ સંઘો ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. ચાચર ચોકમાં ભક્તો દંડવત પ્રણામ કરતા માં નાં ધામમાં આવ્યા હતા.
ADVERTISEMENT
52 ગજની ધજા
પાંચમાં દિવસે અંબાજીમાં 3.50 લાખ બોક્સ મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત મંદિરને 12 ગ્રામ સોનાની ભેટ ચઢાવવામાં આવી હતી. ત્યારે પાંચમાં દિવસે અંબાજી પહોંચવાનાં માર્ગો જય જય અંબેના નાદથી ગુંજ્યા હતા. દૂર દૂરથી પગપાળા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે. 52 ગજની ધજા લઈ ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ, માઇભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
મંદિરમાં માઈ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રંગબેરંગી લાઈટોનાં શણગારથી અંબાજી મંદિરનો નજારો જોવા મળ્યો હતો. મંદિરનાં શિખરથી ચાચર ચોક સુધી રંગબેરંગી લાઈટો લગાવાઈ હતી. ચાચર ચોકમે વિવિધ ફૂલો દ્વારા સજાવવામાં આવ્યું હતું. માતાજીની ભક્તિ અને આરાધનાં કરતા ભક્તો જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.