On the auspicious occasion of Diwali, book worship is held everywhere in the state
ચોપડા પૂજન /
દિવાળીના પાવન અવસરે રાજ્યમાં ઠેર ઠેર ચોપડા પૂજન, કોરાના કાળ બાદ લક્ષ્મી માતા સમૃદ્ધિ આપે તેવી વેપારીઓની પ્રાર્થના
Team VTV10:45 AM, 04 Nov 21
| Updated: 11:21 AM, 04 Nov 21
દિવાળીના પાવન અવસરે રાજ્યમાં વેપારીઓએ ઠેર ઠેર ચોપડા પૂજન કર્યું છે. જેમા વેપારીઓએ લક્ષ્મી માતાને પ્રાર્થના કરી કે કોરોના કાળ બાદ હવે તેમને સમૃદ્ધિ મળે.
ગુજરાતમાં ઠેર ઠેર ચોપડા પૂજનનું આયોજન
વેપારીઓએ મોટી સંખ્યામાં ચોપડા પૂજનમાં આપી હાજરી
લેપટોપ અને કોમ્પ્યુટરોની પણ વેપારીઓએ કરી પૂજા
અમદાવાદમાં આજે દિવાળીના પાવન અવસરે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ચોપડા પૂજન કરાયું. શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન તથા લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું. આજના પાવન અવરસે સમુહ ચોપડા પૂજન કરવામાં આવ્યું છે. આપને જણવી દઈએ કે વેપારી બંધુઓ હિસાબ-કિતાબ રાખવા માટે આજે ચોપડા પૂજન કરે છે.
સરસ્વતી દેવીનું પણ પૂજન કરવામાં આવ્યું
લક્ષ્મી માતાની સાથે સરસ્વતી દેવીની પૂજાનું પણ આજે ઘણું મહત્વ રહેલું છે. આગામી વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે તે માટે પૂજન કરવામાં આવે છે. ધંધા રોજગારની વૃદ્ધી માટે પણ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે.
સુરતના ઉદ્યોગકારોએ ચોપડા પૂજન સાથે કરી લક્ષ્મી પૂજા
સુરતના ઉદ્યોગકારઓએ પણ આજે ચોપડા પૂજન કરીને લક્ષ્મી પૂજા કરી હતી. બિલ્ડર નરેશ અગ્રવાલે તેના પરિવાર સાથે લશ્ર્મી માતાની પૂજા કરી હતી સાથેજ આજના ડિજિટલ યુગમાં ઉદ્યોગકારોએ લેપટોપ-કોમ્પ્યુટરની પણ પૂજા કરી હતી. કોરોના બાદ મા લક્ષ્મી સમૃદ્ધિ આપે તે માટે પૂજા કરવામાં આવી હતી.
રાજકોટ BAPS મંદિરમાં ચોપડા પૂજન
રાજકોટમાં પણ દિવાળીના પર્વે BAPS મંદીરે ચોપડા પૂજન કરવામાં આવ્યું. જેમા મોટી સંખ્યામાં વેપારી વર્ગે આ પૂજનમાં ભાગ લીધો હતો. શાસ્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. જેમા BAPS સ્વામિનારાયણ મંદિરમાં અપૂર્વ સ્વામી સહિત સંતોની હાજરી જોવા મળી. ઉલ્લેખનીય છે આ કાર્યક્રમમાં કેટલાક વેપારીઓ પણ પૂજામાં લેપટોપ લઈને બેઠા હતા.