બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / On Rahul Gandhi's claim, Jitu Waghan said, "10088 people died in Gujarat, the government made an affidavit in SC."
Mehul
Last Updated: 05:33 PM, 24 November 2021
ADVERTISEMENT
ગાંધીનગરમાં બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. વાઇબ્રન્ટ ગુજરાત, ખેડૂતોને મોબાઇલ, કોરોના મૃતકોને સહાય અને સ્વચ્છ શહેર સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસના આરોપોને ઠંડા કલેજે વખોડી કાઢ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ગુજરાત સરકાર પર સણસણતા આરોપ લગાવ્યા હતા
ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યાઃ વાઘાણી
ADVERTISEMENT
કોંગ્રેસ પર પ્રહાર કરતા વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસને જનતા પસંદ કરતી નથી. કોંગ્રેસના અઘોષિત રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતની ટીકા કરી છે. લોકોને ભયભીત કરવા, ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસનો લોકોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતી હોય છે. ગુજરાતમાં 10088 લોકો અવસાન પામ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યમાં આંકડા ચેક કરે. જેમાં મુખ્યત્વે કોરોનામાં મૃત્યુ સહાયની કામગીરીની ચર્ચા થશે.
ગુજરાતમાં ત્રણ લાખ નાગરિકોના મોત; રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આ વીડિયોમાં એવો દાવો કર્યો છે કે, ‘ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત સરકારે સત્તાવાર 10 હજારના જ મોત થયા હોવાનું જાહેર કર્યું છે. અમે કોંગ્રેસના કાર્યકરોને ઘેર-ઘેર મોકલીને માહિતી મેળવી છે.’
कांग्रेस पार्टी की दो माँग हैं-
— Rahul Gandhi (@RahulGandhi) November 24, 2021
1. कोविड मृतकों के सही आँकड़े बताए जायें।
2. अपने प्रियजनों को कोविड में खो चुके परिवारों को चार लाख हरजाना दिया जाए।
सरकार हो तो जनता का दुख दूर करना होगा,
हरजाना मिलना चाहिए, #4LakhDenaHoga pic.twitter.com/aEPO7XVxyJ
મૃતકોને ચાર લાખ આપો,સરકાર
ટ્વિટ કરાતા રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ‘કોંગ્રેસ પાર્ટીની બે માંગ છે. ગુજરાત સરકાર કોવિડ મૃતકોના સાચા આંકડા જાહેર કરે અને જેણે પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે તેવાં પીડિત પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર આપે. આ સાથે વીડિયોમાં તેમણે ગુજરાત મોડલ પર પણ સવાલ ઉઠાવ્યાં છે.’ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘આફતના સમયે પીડિતોને રાજ્ય સરકારની કોઈ જ મદદ ન મળી. કોરોનામાં અનેક લોકોને યોગ્ય આરોગ્ય સુવિધા ન મળી.’
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.