લૉકડાઉનની જાહેરાત બાદ સરકાર ફક્ત મુખ્ય જરૂરિયાતના સામાન લાવવા લઈ જનારા ટ્રક અને વાહનોની જ શહેરોમાં પરમિશન આપી છે. એવામાં અનેક ટ્રક ડ્રાઈવરો અને તેમના સાથી ઢાબા અને પેટ્રોલ પંપ પર ફસાઈ ગયા છે. લૉકડાઉનને 15મો દિવસ છે ત્યારે હવે તેમની પાસેના રૂપિયા પણ પૂરા થઈ ગયા છે અને અનાજ પણ ખૂટી ગયું છે. હવે તેઓ ફક્ત ફોનમાં ન્યૂઝ જોઈને દિવસો પસાર કરી રહ્યા છે. લૉકડાઉનના કારણે આ ટ્રક ડ્રાઈવર્સને ભૂખે મરવાનો વારો આવ્યો છે.
કોરોનાને પગલે 21 દિવસનું લૉકડાઉન
અનેક ટ્રક ડ્રાઈવર્સ રસ્તામાં અટવાયા
અનાજ, રૂપિયા બધું ખતમ થયું, ભૂખે મરી રહ્યા છે ડ્રાઈવર્સ
હાલમાં આ છે નિયમ
કોરોના વાયરસને લઈને પીએમ મોદીએ લગભગ 15 દિવસ પહેલાં દેશમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે એક તરફ લોકોને ઘરની બહાર નીકળવાની અને ખરીદી કરવા માટેની મુશ્કેલી સર્જાઈ છે. તો અન્ય તરફ સામાનને શહેરો સુધી પહોંચાડનારા ટ્રક ડ્રાઈવરોની સ્થિતિ પણ ખરાબ છે. લૉકડાઉના એલાન બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં હવે એ જ વાહનો જશે જે જરૂરી હશે. બીમાર વ્યક્તિને લઈ જવા માટે બસ, એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયરબ્રિગેડની ગાડીઓને લૉકડાઉનના પ્રતિબંધથી મુક્ત કરાયા છે. આ સિવાાય જરૂરિયાતના સામાન પહોંચાડનારા ટ્રકને આવવા જવા માટે ચાલુ રાખવામાં આવી છે. લોકોને રાશન અને ખાવાનો અન્ય સામાન સમયસર મળતો રહે.
લૉકડાઉનના કારણે સતત બગડી રહી છે સ્થિતિ
સતત ચાલી રહેલા લૉકડાઉનના કારણે ડ્રાઈવર્સની હાલત કફોડી બની છે. તેઓ પોતાના સામાન સાથે રસ્તામાં ફસાઈ ગયા છે. તેઓ ઢાબા પર રહેવા મજબૂર બન્યા છે. ક્યાય પણ જવાની કોશિશ કરે તો પોલીસ તેમને રોકે છે. ડ્રાઈવર્સ પાસે જેટલા રૂપિયા હતા તે આટલા દિવસમાં ખતમ થઈ ચૂક્યા છે. હવે તેમની પાસે ન તો ખાવાનું છે અને ન રૂપિયા. તેઓ માટે ભૂખે મરવાની સ્થિતિ આવી છે. તેઓ ફોનમાં ન્યૂઝ જોઈને જ સમય પસાર કરી રહ્યા છે.