બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / on instagram with 70 million alia bhatt now second most followed indian actress
Arohi
Last Updated: 05:12 PM, 6 September 2022
ADVERTISEMENT
આલિયા ભટ્ટ માટે આ વર્ષ ખૂબ જ સ્પેશિયલ રહ્યું છે. એક બાજુ તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' હિટ રહી. ત્યાં જ તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' હવે થોડા દિવસોમાં જ રિલીઝ થવા જઈ રહી છે.
ADVERTISEMENT
'બ્રહ્માસ્ત્ર'ને મળી શકે છે જબરદસ્ત ઓપનિંગ
થોડા દિવસો પહેલા સુધી આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ નેગેટિવ વાતાવરણ હતું પરંતુ 'બ્રહ્માસ્ત્ર'ની એડવાન્સ બુકિંગ રિપોર્ટ્સ ઈશારો કરે છે કે ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળવાની છે. હવે આલિયાના ફેન્સ માટે બીજી એક ખબર આવી છે જે 'બ્રહ્માસ્ત્ર'ની રિલીઝ પહેલા તેમને સેલિબ્રેશનની એક તક આપશે
'બ્રહ્માસ્ત્ર'ને થશે ફાયદો
ઈન્સ્ટાગ્રામ પર આલિયાના ફોલોવર્સની ગણતરી 70 મિલિયનનો આંકડો પાર કરી ગયો છે. હવે આલિયા ઈન્સ્ટાગ્રામ પર દુનિયામાં બીજી સૌથી વધારે ફોલો કરવામાં આવતી એક્ટ્રેસ બની ગઈ છે. તેની સાથે જ તેણે દીપિકા અને કેટરીનાને પછાડી દીધી છે.
આ એક્ટ્રિસને સૌથી વધારે લોકો કરે છે ફોલો
જ્યાં દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર 68.8 મિલિયન ફોલોવર છે. ત્યાં જ કેટરીનાને ઈન્સ્ટાગ્રામ પર 66.7 મિલિયન લોકો ફોલો કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો કરનાર ઈન્ડિયન એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છે. જેના ફોલોવર્સ 82 મિલિયન છે.
પોપ્યુલારિટીનો બ્રાન્ડ વેલ્યુમાં મોટો રોલ
સેલિબ્રિટીની બ્રાન્ડ વેલ્યુમાં તેની સોશિયલ મીડિયા પોપ્યુલારિટીનો મોટો રોલ હોય છે. ત્યાર બાદ જ્યારે બોલિવુડના ઘણા મોટા પ્રોજેક્ટ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા છે ત્યારે આલિયાની 'ગંગુબાઈ કાઠિયાવાડી'એ 200 કરોડથી વધારે વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું છે.
તેમની ઓટીટી ડેબ્યુ ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને પણ સારા રિવ્યૂ મળ્યા અને લોકોએ પણ ખૂબ વખાણ કર્યા છે. તેનાથી બ્રાન્ડ આલિયા ખૂબ જ મજબૂત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી તોફાન પર અભિપ્રાય / VIDEO : 'હિંદુ છું એટલે મારી ધરપકડ ન કરાઈ', આખાબોલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે છેડી મોટી ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.