આવતીકાલ તા.19 સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશચતુર્થી પર્વની ઉજવણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને 10 દિવસ સુધી ધાર્મિક વાતાવરણ જોવા મળશે ત્યારે આ ખાસ અવસર પર હિન્દી ફિલ્મોના આ 7 જોરદાર ગીતો સાથે તમેં ખુશી બમણી કરી શકો છો.
હિન્દી ફિલ્મોના આ 7 જોરદાર ગીતો સાથે ઉજવો ગણેશચતુર્થી
ગણપતિ બપ્પા ફરી એકવાર હજારગણી ખુશી સાથે 2023માં પરત ફર્યા છે. ઘરમાં તેમના આગમનથી પહેલાથી જ ઉત્સવનો માહોલ બની ગયો છે. દરેક લોકો ગણપતિ બપ્પાની ભક્તિમાં લીન થયા છે. કાલે 19 સપ્ટેમ્બર 2023માં ગણેશ ચતુર્થી છે અને 10 દિવસ સુધી ગણપતિ બપ્પાની હાજરીમાં ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઇ-મહારાષ્ટ્રમાં તો ગણેશ ચતુર્થી આવતાં જ એક ખાસ રોનક જોવા મળી રહી છે.
શિલ્પા શેટ્ટીથી લઇને સલમાન ખાન અને નીલ નિતિન મુકેશ જેવા સ્ટાર ધૂમધામથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યાં છે. બોલીવૂડ ફિલ્મોમાં પણ અનેક ગીત બપ્પાને ડેડિકેટ કરવામાં આવ્યા છે. ગણેશ ચતુર્થીના આ ખાસ તહેવાર પર આ 7 બ્લોકબ્લસ્ટર ગીતની સાથે સુખકર્તા, દુખહર્તા ગણેશનું જોરદાર સ્વાગત કરીએ.
દેવા શ્ર ગણેશ દેવા..
વર્ષ 2012માં રીલિઝ થયેલી ઋતિક રોશન અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ અગ્નિપથમાં ગણપતિ બપ્પાને દેવા શ્રી ગણેશા ગીત ડેડિકેટ કરવામાં આવ્યું છે. આ ગીતને ફિલ્મમાં ગણેશ ચતુર્થીના ખાસ તહેવાર પર જ દર્શાવવામાં આવ્યું છે. આ ગીતમાં ઋતિક રોશન પણ ગણેશજીની ભક્તિમાં લીન થયેલા નજર આવી રહ્યાં છે. ગણપતિ બપ્પા પર ફિલ્માવવામાં આવેલા ગીતને સાંભળી તમે ખુદ નાચી ઉઠશો.
ગણેશજી દુખોને હરનારા અને સુખ પ્રદાન કરનારા છે. દેવા શ્રી ગણેશા સિવાય રેમો ડિસુઝાની ફિલ્મ ABCDની શરૂઆત પણ ગણપતિ બપ્પાની આરતીથી શરૂ થાય છે. આ ગીતના લિરિક્સમાં મનના દાનવને મારીને કેવી રીતે તેના પર ગણપતિની કૃપાથી વિજય મેળવવવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ગીતની સાથે જ તમે ગણપતિ બપ્પાની ભક્તિમાં લીન થઇ જશો.
તેરા હી જલવા
સલમાન ખાનની સાથે 2008માં રીલિઝ થયેલી બ્લોકબ્લસ્ટર ફિલ્મ વોન્ટેડમાં પણ શ્રી ગણેશજીને ગીત ડેડિકેટ કરવામાં આવ્યું છે. આ ગીત પણ ગણેશ ઉત્સવના તહેવાર પર ખુબ જ વગાડવામાં આવે છે. દબંગ ખાનના અલગ સ્ટાઇલ અને આ ગીતના લીરિક્સને ખુબ જ પસંદ કરવામાં આવે છે.
સુનો ગણપતિ બપ્પા મોરિયા
વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ જુડવા-2માં પણ ગણેશાની ભક્તિ પર ગીત ફિલ્માવવામાં આવ્યું છે. જો કે આ ગીતમાં વરુણ-બપ્પા પાસે પોતાની ફરિયાદ કરતાં નજર આવી રહ્યાં છે. પરંતુ આ ગીતના લિરિક્સ અને મ્યૂઝિક સાંભળી તમે પણ ડાંસ કરતાં થઇ જશો.
તુજકો અપના જલવા દિખાના હી હોગા
શાહરૂખ ખાને ડોનમાં 2 અલગ અલગ રોલ નિભાવ્યા છે. તેમની આ ફિલ્મમાં પણ ગણેશ ઉત્સવ પર જોરદાર ગીત બનાવવામાં આવ્યું હતું. જવાન એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મનું આ ગીત સાંભળી તમે નાચવા મજબૂર થઇ જશો.