બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / ગણેશ ચતુર્થીના દિવસે આ સમયે ન કરતાં ચંદ્ર દર્શન, ભૂલથી ચાંદો દેખાઈ જાય તો આટલું કરો
Last Updated: 08:24 PM, 7 September 2024
Ganesh Chaturthi 2024 Upay Chand: ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથએ ચંદ્ર જોવો એ અશુભ માનવામાં આવે છે. પંડિતજી પાસેથી જાણો, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દેખાય તો કયા ઉપાય કરવા જોઈએ. ગણપતિ બાપ્પા દરેક ઘરે પહોંચી ગયા છે. ભક્તો સંગીત અને ઢોલ નગારા સાથે ભગવાન ગણેશજીની ભક્તિમાં મગ્ન છે. હવે આ તહેવાર આગામી 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારબાદ બાપ્પાની પૂજા અર્ચના કર્યા બાદ વિદાય પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ચંદ્ર જોવો અશુભ માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર દેખાય તો દોષ અને કલંક લાગે છે. ગણેશ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. તો ચાલો આજે જાણીએ ગણેશ ચતુર્થી પર વર્જિત ચંદ્ર દર્શનનો સમય અને પંડિતજી તરફથી ચંદ્ર દર્શન દોષના ઉપાયો.
ADVERTISEMENT
ગણેશ ચતુર્થી પર ચંદ્ર દર્શનનો સમય
દૃક પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થી પર વર્જિત ચંદ્ર દર્શન સમય સવારે 09:30 થી 08:45 સુધીનો રહેશે, જેનો સમયગાળો 11 કલાક 15 મિનિટ છે. શહેરના આધારે ચંદ્રોદય અને ચંદ્રાસ્તના સમયમાં થોડો તફાવત હોઈ શકે છે. જો ભૂલથી પણ તમને ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દેખાય તો આ મંત્રનો જાપ કરો.
સિંહઃ પ્રસેનમવધિતસિંહો જામ્બવતા હતઃ।
સુકુમારક મારોદિસ્તવ હ્યોષ સ્યમન્તકઃ॥
આ પણ વાંચોઃબૉલીવુડના દિગ્ગજોએ રંગેચંગે ગણપતિ દાદાની કરી પધરામણી, જુઓ ઉજવણીની શાનદાર તસવીરો
ચંદ્ર દેખાય ત્યારે કરો આ ઉપાય
જાણકાર પંડિતોનું કહેવું છે કે, દંતકથા અનુસાર ચંદ્રને તેની સુંદરતા પર અભિમાન આવી ગયો હતો અને ગજ બદન ગણેશની ઠેકડી ઉડાવી, તેના અણગમાને કારણે તેને શ્રાપ આપ્યો. એ દિવસે ભાદરવા શુક્લ ચતુર્થી હતી. ચંન્દ્રમાએ તરત તેમની માફી માંગી. જે બાદ ગણેશજીએ કહ્યું કે મારો શ્રાપ ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે જ વિશેષ રહેશે. જે કોઈ આ દિવસે મારી પૂજા કરશે, તેના ખોટા કલંક ભૂંસાઈ જશે. તેમણે કહ્યું કે ભગવાન કૃષ્ણ પર પણ સ્યામંતક રત્ન ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણએ પણ ખોટા દુર્ગુણોથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીનું વ્રત રાખ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.