On Brisbane victory, Team India will get a big gift from BCCI, know how many crores rupees will get as a bonus
ક્રિકેટ /
બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત બાદ જય શાહની મોટી જાહેરાત, BCCI દ્વારા અપાઈ આ ભેટ
Team VTV02:34 PM, 19 Jan 21
| Updated: 02:42 PM, 19 Jan 21
બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવીને 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે 2-1થી સિરીઝ ભારતના નામે કરી છે. ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર પોતાનો કબજો કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમને બોનસ તરીકે 5 કરોડ રૂપિયાની લ્હાણી
સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર શુભેચ્છા પાઠવી
ભારતની જીત બાદ સૌ પ્રથમ BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જય શાહે પોતાના ટ્વિટર દ્વારા ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી અને ઈનામ પણ જાહેર કર્યું છે.
The @BCCI has announced INR 5 Crore as team bonus. These are special moments for India Cricket. An outstanding display of character and skill #TeamIndia#AUSvIND#Gabba
BCCIએ ભારતીય ક્રિકેટ ટીમને બોનસ તરીકે 5 કરોડ રૂપિયાની લ્હાણી આપી છે. આ સાથે સૌરવ ગાંગુલીએ પણ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત પર શુભેચ્છાઓ પાઠવી છે. સૌરવ ગાગુલીએ પોતાના ટ્વિટર દ્વારા ટીમને શુભેચ્છા પાઠવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના યુવાનોએ નવો ઈતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયા સામેની જીતમાં શુભમન ગીલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું અમૂલ્ય ભાગીદારી રહી છે. ગીલે 91 રન, પંતે 89* અને પૂજારાએ 56 રન દ્વારા પોતાનું યોગદાન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં હાર ચખાડી ભારતીય ક્રિકેટ ટીમના યુવાનોએ નવો ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલી, ઈશાન શર્મા અને રવિદ્ર જાડેજાની ગેરહાજરીમાં પણ ટીમના ખેલાડીઓએ આ ચમત્કાર કરી દેખાડ્યો છે. પૂર્વ ક્રિકેટર મદનલાલે ભારતીય ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં પણ યુવા ટીમ આ પ્રકારની રમત દેખાડે તો ગર્વ થાય છે. તો આ સાથે હર્ષા ભોગલેએ પણ ભારતીય ક્રિકેટર ટીમને શુભેચ્છા પાઠવતું એક ટ્વિટ કર્યું છે.