Omicron Warning Israel Will Now Offer A Fourth Dose Of The Covid 19 Vaccine To Vulnerable Groups
મહામારી /
ઓમિક્રૉનની એવી દહેશત કે આ દેશમાં વેક્સિનનો ચોથો ડોઝ અપાશે, જાણો ભારતની શું છે સ્થિતિ
Team VTV11:50 AM, 22 Dec 21
| Updated: 11:51 AM, 22 Dec 21
ઓમિક્રોન વેરિયન્ટના વધતાં જતાં જોખમ વચ્ચે ઈઝરાયેલ તેના નાગરિકો પર કોરોનાની રસીનો ચોથો ડોઝ લાદવાનો નિર્ણય લીધો છે. ચોથો ડોઝ હવે 60 વર્ષથી વધુના લોકોને આપવામાં આવશે
ઈઝરાયેલમાં કોરોનાની રસીનો ચોથો ડોઝ અપાશે
ડોઝ મેળવવા માટે 60 વર્ષથી વધુ વયના લોકોને મળશે રસી
વિશ્વની માત્ર 57 ટકા લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે
કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનને ફરી એક વાર દુનિયાભરની ચિંતા વધારી
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનને ફરી એક વાર દુનિયાભરની ચિંતા વધારી દીધી છે.રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. WHO પહેલાથી ચેતવણી આપી ચુક્યું છે. જ્યાં સુધી દુનિયામાં મોટાભાગની વસ્તીને રસી આપવામાં નહીં આવે ત્યાં સુધી સંક્રમણનું જોખમ રહેશે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં હજુ પણ રસીના પ્રથમ અને બીજા ડોઝની રાહ જોવાઈ રહી છે. તેથી ઈઝરાયલ પોતોના નાગરિકો માટે ચોથો ડોઝ આપવા જઈ રહ્યો છે.
ઈઝરાયેલ વિશ્વનો પહેલો દેશ છે જેણે તેના નાગરિકોને બુસ્ટર ડોઝ આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ વિશ્વનો પહેલો દેશ છે. જે પહેલા તેના નાગરિકોને કોરોના સામે રસીનો બુસ્ટર ડોઝ આપતો હતો. અને હવે રસીનો ચોથો ડોઝની પણ તૈયારી કરવામાં આવી રહ્યો છે. આ સાથે ઈઝરાયલ વિશ્વનો પહેલો એવો દેશ બનશે જ્યાં ચોથો ડોઝ લાદવામાં આવશે. ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ચોથો ડોઝ લાદવાની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે આ અંગે માહિતી આપી હતી કે, ચોથો ડોઝ હવે વૃદ્ધો અને 60 વર્ષથી વધુ વયના લોકોને અનેક ગંભીર રોગથી પીડાતા લોકોને આપવામાં આવશે..
રસીકરણ અંગે ભારત અને વિશ્વની શું સ્થિતિ છે
વિશ્વની સ્થિતી :- પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વની 56.7 ટકા વસ્તી એકમાત્ર એવી છે કે, દેને ઓછામાં ઓછી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. એટેલે કે હજુ દરેક બીજી વ્યક્તિ રસીની રાહ જોઈ રહ્યું છે. બીજી તરફ ઓછી આવક ધરાવતાં દેશોમાં માત્ર 8.1 ટકા લોકોને જ બંને ડોઝ મળ્યાં છે.
ભારતની સ્થિતિ :- દેશમાં અત્યાર સુધીમાં 138 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 18 વર્ષથી વધુની 88 ટકા વસ્તીને પ્રથમ અને 57 ટકાને બંને ડોઝ મળ્યાં છે
બીરશીબાના સોરોકા હોસ્પિટલમાં ઓમિક્રોનથી એકનું મોત
ઈઝરાયલના સ્વાસ્થ્ય અધિકારિઓએ આ વાતની પુષ્ટિ કરી છે. સોમવારે એક 60 વર્ષના વ્યક્તિની દક્ષિણી શહેર બીરશીબાના સોરોકા હોસ્પિટલમાં મોત થઈ ગયું છે. બે અઠવાડિયામાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
ઈઝરાયેલમાં પાંચમી લહેર શરૂ
ઈઝરાયેલના એ દેશોમાંથી એક છે. જેણે ઓમિક્રોનની ચેતવણી બાદ સૌથી પહેલા હવાઈ યાત્રાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે, તે પછી પણ અહીંયા ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કેટલા દિવસ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે, દેશમાં કોરોનાની પાંચમી લહેર શરૂ થઈ ગઈ છે.