omicron variant cases in india rising peak covid 19 top us scientist anthony fauci claim cases graph will fall
મહામારી /
ઓમિક્રોન ટોચ પર હશે ત્યારે કેવી હાલત ખરાબ થશે? બાળકો પર શું અસર થશે? વૈજ્ઞાનીકે કર્યો દાવો
Team VTV09:00 AM, 04 Jan 22
| Updated: 09:02 AM, 04 Jan 22
ઓમિક્રોનના કારણે પૂરી દુનિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમેરિકાના નિષ્ણાંત વૈજ્ઞાનિક એન્થની ફાઉચીએ ઓમિક્રોનને લઈને ચિંતા વ્યક્ત કરી છે
કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે
યુ.એસ.ના વૈજ્ઞાનિકે ચિંતા વ્યક્ત કરી
ઓમિક્રોન તેની પીકથી થોડા અઠવાડિયાથી દૂર હોઈ શકે છે
ઓમિક્રોનના કારણે પૂરી દુનિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
ખાસ કરીને યુએસ અને યુકેમાં હવે પરિસ્થિતી બેકાબૂ બની ગઈ છે. ઓમિક્રોનની ઝડપથી લોકો ભયભીત છે. જો કે, અમેરિકાના ટોચના રોગચાળા સલાહકાર એન્થની ફાઉચીએ આ વચ્ચે એક આશા જગાવી છે. એક રિપોર્ટ અનુસાર ફાઉચી જણાવ્યું છે કે, ઓમિક્રોન કોરોનાના અન્ય સ્ટ્રેન અને તેની પીક પર ઘણી મહત્વની બાબતો જાહેર કરી છે. ફાઉચીએ જણાવ્યુ કે, ઓમિક્રોન વેરિયન્ટના કારણે અમેરિકામાં કોરોનાના કેસોમાં સીધી ગતિમાં આગળ વઘી રહ્યાં છે. જો કે, તેની પીક હવે થોડા અઠવાડિયાથી દૂર હોઈ શકે છે. આપણે ચોક્કસપણે ખૂબ ગંભીર ઉછાળો અને ઝડપની વચ્ચેની સ્થિતીમાં છે. આ સપ્તાહમાં વધી રહેલા સંક્રમણ ખરેખર હેરાન કરવા વાળા છે.
ઓમિક્રોનનો વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતાં હળવા છે
ફાઉચીએ કહ્યું કે,આ અનુભવ દક્ષિણ આફ્રિકાથી લઈ શકાય છે. જ્યાં નવેમ્બર મહિનામાં ઓમિક્રોન પહેલી વાર મળ્યો હતો. આ વેરિયન્ટની પીક જેટલી ઝડપથી અહીં આવી છે. તેટલી ઝડપથી તેમાં ઘટાડો થયો. તેમણે કહ્યું કે, અત્યાર સુધીના મળેલા ડેટા બતાવે છે કે, ઓમિક્રોનનો વેરિયન્ટ અગાઉના વેરિયન્ટ કરતાં હળવા છે. આ વખતે મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પણ અગાઉની લહેર કરતાં ઘણી ઓછી છે
બાળકો ઉપર ધ્યાન આપવાનું જરૂરી છે
અમેરિકામાં લાંબી રજાઓ પછી શાળાઓ ફરી ખુલી રહી છે. આ કિસ્સામાં ફોઉચીએ બાળકોને વ્યક્તિગત સલાહ આપી છે. તેમણે પેરેન્ટને અનુરોધ કર્યો છે. કે, તેઓ બાળકોને રસી મુકાવ્યા બાદ જ શાળાએ મોકલવા જોઈએ. તેમજ માસ્ક જરૂરથી પહેરવું જોઈએ અને જરૂર પડે તો તેમનો ટેસ્ટ પણ કરાવો જોઈએ.
ભારતમાં શું છે સ્થિતી
દેશમાં ઓમિક્રોનના કેસ 1525ની પાર કરી ચુક્ચાં છે. ગઈ કાલથી દેશમાં 15-18 વર્ષના છોકરાઓને વેક્સિનેશન શરૂ થઈ ચુકી છે. રાજ્યોએ પણ કોરોનાને લડવા માટે તમામ પૂરતી તૈયારી કરી લીધી છે. હોસ્પિટલોમાં સુરક્ષાના તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મોટાભાગની શાળાઓમાં વિન્ટર વેકેશનનો વધારી દીધું છે.