omicron spreading rapidly new corona variant may overtake delta central government
કેન્દ્રની ચેતવણી /
BIG NEWS : દેશમાં ઓમિક્રોનના કેસ 100ને પાર, સરકારે કહ્યું ડેલ્ટાને પણ પાછળ છોડી શકે છે
Team VTV05:11 PM, 17 Dec 21
| Updated: 05:15 PM, 17 Dec 21
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ટૂંક સમયમાં વધુ સંક્રમણવાળા દેશોમાં ડેલ્ટાને પાછળ ધકેલીને સૌથી વધુ ફેલાતો વેરિએન્ટ બની શકે છે. તેમણે દક્ષિણ આફ્રિકા, બ્રિટન જેવા દેશોમાં આવી સ્થિતિને લઇને ચેતવણી આપી છે.
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ મામલે કેન્દ્ર સરકારે આપી ચેતવણી
વધુ સંક્રમણવાળા દેશોમાં સૌથી વધુ ફેલાતો વેરિએન્ટ બની શકે
ભારતમાં અત્યારે તુલનાત્મક રીતે સ્થિતિ અંકુશમાં, સંતર્ક રહેવુ જરૂરી
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે ભારતમાં અત્યારે તુલનાત્મક રીતે સ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આપણે વિશ્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતર્ક રહેવુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં વેક્સિનેશનની ઝડપ મામલે ભારત પ્રથમ ક્રમાંકે છે. ભારતમાં 87.6 ટકા લોકોએ કોરોના વેક્સિનના ઓછામાં ઓછા ડોઝ લગાવ્યાં છે. અમેરિકાની સરખામણીએ લગભગ ત્રણ ગણી વેક્સિન ભારતમાં લગાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અત્યારે દેશમાં ઓમિક્રોનના 101 કેસ છે. 11 રાજ્યોમાં આ કેસ છે.
નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, યૂરોપ ખુબ જ સીરિયસ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. તેઓ ડેલ્ટા હોય કે ઓમિક્રોન, કેસની સંખ્યા વધી છે. આપણે સ્થિતિથી લડવાને લઇને તૈયાર રહેવું પડશે. સરકાર આ દિશામાં સમગ્ર પ્રયાસ કરી રહી છે.
દેશમાં કોરોનાની સ્થિતિ શું?
ભારતમાં કોરોનાના દૈનિક કેસ ફરી 10 હજારની નીચે
એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 7 હજાર 974
એક દિવસમાં દેશમાં કોરોનાથી સ્વસ્થ દર્દી 7 હજાર 948
દેશમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક 343 થયો
ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 87 હજાર 245
ભારતમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 47 લાખ 18 હજાર 602
દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 41 લાખ 54 હજાર 879
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 76 હજાર 478
વિશ્વમાં કોરોનાની સ્થિતિ શું?
વિશ્વમાં કોરોનાના દૈનિક કેસમાં નજીવો ઘટાડો
એક દિવસમાં વિશ્વમાં કોરોનાના નવા કેસ 7 લાખ 909
એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી રિકવર દર્દી 4 લાખ 76 હજાર 296
વિશ્વમાં એક દિવસમાં કોરોનાથી 6 હજાર 394ના મૃત્યુ
વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 25 લાખ 60 હજાર 716
વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 27 કરોડ 31 લાખ 89 હજાર 532
વિશ્વમાં કોરોનાથી સ્વસ્થ દર્દીની કુલ સંખ્યા 24 કરોડ 52 લાખ 76 હજાર 700
વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 53 લાખ 52 હજાર 116