omicron in rajasthan jaipur ruhs hospital all 9 petients tested negative
BIG NEWS /
ઓમિક્રોનને લઇને સૌથી મોટા રાહતના સમાચારઃ 2 અઠવાડિયામાં 9 દર્દી સાજા થઇને પહોંચ્યા ઘરે
Team VTV07:38 AM, 10 Dec 21
| Updated: 09:33 AM, 10 Dec 21
રાજસ્થાનના જયપુરના RUHS હોસ્પિટલમાં દાખલ ઓમિક્રોન વેરિએન્ટના તમામ 9 દર્દી સાજા થઈ ગયા છે.
25 નવેમ્બરે દ.આફ્રિકાથી 4 લોકોનો એક પરિવાર જયપુર આવ્યો હતો
ઘરમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ
5 ડિસેમ્બરે 9 લોકોને ઓમિક્રોનનું સંક્રમણ હોવાનું સામે આવ્યું હતુ
ઘરમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ
ગુરુવારે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી છે કે આ દર્દીઓ 5 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખલ થયા હતા. વિભાગે જણાવ્યું તે હાલમાં તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને ઘરમાં 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ આપવામાં આવી છે.
5 ડિસેમ્બરે 9 લોકોને ઓમિક્રોનનું સંક્રમણ હોવાનું સામે આવ્યું હતુ
25 નવેમ્બરે દ.આફ્રિકાથી 4 લોકોનો એક પરિવાર જયપુર આવ્યો હતો. ઈન્ટરનેશનલ પ્રવાસથી પાછા ફરેલા તે પરિવારે તે જ દિવસે આદર્શ નગરમાં રહેતા 5 લોકો સાથે મુલાકાત કરી હતી. આ બાદ 5 ડિસેમ્બરે તમામ 9 લોકોને કોરોના ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની ખરાઈ થઈ હતી. એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં સર્વાઈ માન સિંહ મેડિકલ કોલેજના ડોક્ટર સુધીર ભંડારીએ જણાવ્યું કે તમામ કોરોના નેગેટિવ આવ્યા છે. તે એક બાદ એક એમ 2 કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે. તે તમામ સાજા છે અને તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોણ કોણ હતું સંક્રમિત
25 નવેમ્બરે દ.આફ્રિકાથી પાછા ફરેલા પરિવારનો 48 વર્ષીય હેડ, પત્ની તથા 12 અને 7 વર્ષની દીકરીઓ સાથે પાછો ફર્યો હતો. તે પાછા ફરતા જ પોતાના સંબંધીઓને મળ્યા હતા. જેના કારણે સંક્રમિતોમાં તેમના 5 સંબંધી જેમાં 16 વર્ષીય છોકરી અને 71 વર્ષના વૃદ્ધ પણ સામેલ હતા. તમામ ઓમિક્રોનનો શિકાર બન્યા હતા.
પૂર્ણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને એસએમએસ મેડિકલ કોલેજમાં સેમ્પલ તપાસાયા
તમામ સેમ્પલની તપાસ પૂર્ણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી અને એસએમએસ મેડિકલ કોલેજમાં કરવામાં આવી હતી. બાદમાં તેમની સારવાર RUHS હોસ્પિટલમાં કરવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રી પ્રસાદી લાલ મીણાનું કહેવુંછે કે તે ઓમિક્રોનને ગંભીરતાથી લઈ રહ્યા છે. તેમજ સીએમ એ પણ આરટી પીસીઆરનો નિર્દેશ આપ્યો છે.