બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Omicron Corona Cases Updates, Pm Modi Review Meet On Covid19, New Guidelines In Delhi Due To Omicron

મહામારી / દેશની બે મોટી શાળાઓમાં કોરોનાનો બ્લાસ્ટ , 52 બાળકો સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો

ParthB

Last Updated: 10:02 AM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઓમિક્રોનની વધતી ઝડપે સરકારની ચિંતા વધારી દીધી છે. જેની વચ્ચે  દેશના બે મોટી શાળાઓમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે.

  • ઓમિક્રોનના દહેશત વચ્ચે  દેશની બે મોટી શાળાઓમાં કોરોના વિસ્ફોટ
  • દેશમાં 'ઓમિક્રોન'ની વધતી ઝડપે સરકારની ચિંતા વધારી દીધી છે. 
  • બ્રિટનમાં 24 કલાકમાં પ્રથમ વખત કોરોનાના કેસ 1 લાખને  પાર પહોંચ્યો 

ઓમિક્રોનના દહેશત વચ્ચે  દેશની બે મોટી શાળાઓમાં કોરોના વિસ્ફોટ

પશ્ચિમ બંગાળના નાદિયામાં નવોદય સ્કૂલમાં 29 બાળકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ રેસિડેન્શિયલ સ્કૂલના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ છે.બીજી બાજુ, હિમાચલના બિલાસપુરની એક શાળામાં 23 બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

દેશમાં  'ઓમિક્રોન'ની વધતી ઝડપે સરકારની ચિંતા વધારી દીધી છે. 

આ સંદર્ભમાં જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે આજે એટલે કે ગુરુવારે વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિને લઈને અધિકારીઓની બેઠક બોલાવી છે. આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આજે બેઠક બોલાવી છે.એવી અપેક્ષા છે કે બેઠક બાદ તેઓ દિલ્હી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરશે. દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા હવે દેશમાં 247 છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65, દિલ્હીમાં 57, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 22, કર્ણાટક તેમજ હરિયાણામાં 19 કેસ નોંધાયા છે. બીજી બાજુ  બુધવારે ગુજરાતમાં ઓમિક્રોનના નવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 23 કેસ નોંધાયા છે. કેરળ (24), ઉત્તર પ્રદેશમાં (2) કેસ છે. આંધ્રપ્રદેશમાં બે કેસ છે જ્યારે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ચંદીગઢમાં એક-એક કેસ છે.

બ્રિટનમાં 24 કલાકમાં પ્રથમ વખત કોરોનાના કેસ 1 લાખને  પાર પહોંચ્યો 

બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. તાજેતરના સમયમાં, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને આ રોગને કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus New Case Omicron Corona covid 19 student ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ કોરોના ગુજરાતી ન્યૂઝ નવા કેસ વિદ્યાર્થી corona Omicron variant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ