omicron cases in india live updates coronavirus cases in india today 6 january covid19 cases health ministry
ચિંતાજનક /
દેશમાં કોરોનાનો કહેર : એક દિવસમાં આવ્યા 90 હજાર કેસ, કાલની સરખામણીએ 56 ટકા વધારે દર્દી
Team VTV09:34 AM, 06 Jan 22
| Updated: 09:42 AM, 06 Jan 22
ગત 24 કલાકમાં 56 ટકા કેસમાં વધારા સાથે 90 હજાર લોકો સંક્રમિત થયા છે.
બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા
24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સંક્રમિત થયા
1.43 કરોડથી વધારે કિશોરોએ રસી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું
24 કલાકમાં 19 હજારથી વધારે લોકો સંક્રમિત થયા
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં 15 હજારથી વધારે લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે. રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.
રસી માટે અત્યાર સુધીમાં 1.43 કરોડથી વધારે કિશોરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે
બુધવાર સુધી દેશમાં 1.43 કરોડથી વધારે કિશોરો(15-18)ને રસી પ્રાપ્ત કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કિશોરોની ઉપલબ્ધિ પર અભિનંદન આપ્યા છે.
મહારાષ્ટ્રમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અસોસિએશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ અને જજે હોસ્પિટલના ડો. ગણેશ સોલંકે જણાવ્યું કે મુંબઈના વિભિન્ન હોસ્પિટલોમાં ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના વધુ 6 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. આની પહેલા બેસ્ટના 60 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત મળ્યા હતા.
81 દિવસ બાદ ફરીએક્ટિવ કેસ 2 લાખ 85 હજાર થઈ ગયા
દેશમાં કોરોનાને કેર ફરી વધી રહ્યો છે. દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓના આંકડા 81 દિવસ બાદ ફરી 2 લાખ 85 હજાર થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં અત્યાર સુધી મળેલા કુલ મામલામાંથી ફક્ત 0.81 ટકા સક્રિય કેસ છે. ગત 24 કલાકમાં 15 હજારથી વધારે લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના વાયરસની સ્પીડના કારણે દૈનિક પોઝિટિવિટીનો દર વધીને 6.43 ટકા થઈ ગયો છે. ત્યારે અઠવાડિક સંક્રમણ દર 2.60 ટકા થી વધુ થઈ ગયો છે. હાલ દેશમાં સાજા થનારા લોકોનો કુલ આંકડો 3 કરોડ 43 લાખ 41 હજારને પાર થયો છે.