બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / omar-abdullah-infected-with-corona-says-for-a-year-i-did-my-best-to-dodge-this-virus

નિવેદન / આ દિગ્ગજ નેતાને કોરોના થતાં કહ્યું, 'છેલ્લા 1 વર્ષથી બચવાની ટ્રાય કરી રહ્યો હતો પરંતુ...

Nirav

Last Updated: 07:05 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાનો કોરોના રિપોર્ટ સંક્રમિત આવ્યો હતો.

  • ઓમાર અબ્દુલ્લાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો 
  • પિતા ફારુખ અબ્દુલ્લા હજુ હમણાં 7  એપ્રિલે જ ડિસ્ચાર્જ થયા હતા 
  • ઓમાર અને ફારુખ બંનેએ કોરોના રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે 

મહત્વનું છે કે આની પહેલા ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લા પણ કોરોના સંક્રમણ થયું હતું. તેમને બુધવારે 7 એપ્રિલના રોજ શ્રીનગરની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, નોંધનીય છે કે બંનેએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. 

ઓમાર અબ્દુલ્લાને થયો કોરોના 

જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને J&Kના પૂર્વ સીએમ એવા ઓમાર અબ્દુલ્લા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે જાતે જ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મહત્વનું છે કે ઓમારે હજુ બે દિવસ પહેલા જ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો.

ઓમાર અબ્દુલ્લાએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે છેલ્લા એક વર્ષથી મેં આ વાયરસથી બચવા માટે મારાથી બનતા બધા પ્રયત્નો કર્યા હતા, પરંતુ આખરે તેણે મને ઝડપી લીધો. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને મને કોરોનાના કોઈ પણ લક્ષણો નથી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું વધુમાં કહ્યું હતું કે મેડિકલ સલાહ અનુસાર તે પોતાને ઘરે સેલ્ફ આઇસોલેટ કરી લીધા છે અને ઓક્સિજનના લેવલ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પર સતત નજર રાખી રહ્યા છે.

ફારૂક અબ્દુલ્લાને પણ કોરોના સંક્રમણ થયું હતું 

મહત્વનું છે કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને ઓમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાને પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો. તેમને બુધવારે  7 એપ્રિલના રોજ શ્રીનગરની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ માહિતી આપતાં ઓમાર અબ્દુલ્લાએ ટ્વિટર પર લખ્યું છે કે, શ્રીનગરની એસકેઆઇએમએસ હોસ્પિટલમાં દાખલ થયાના પાંચ દિવસ બાદ મારા પિતાને આજે સાંજે રજા આપવામાં આવી હતી. તે ઘરે ઠીક થવાનું ચાલુ રાખશે. મારા પિતા અને આખો પરિવાર હોસ્પિટલના ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો આભારી છે. "

ફારૂક અને ઓમારે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે 

જે દિવસે ફારૂક અબ્દુલ્લા હોસ્પિટલથી ઘરે પાછો આવ્યા, તે દિવસે ઓમાર અબ્દુલ્લાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. બુધવારે 7 એપ્રિલના રોજ તેમણે ખુદ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી. ફારૂક અબ્દુલ્લાએ 2 માર્ચે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. 30 માર્ચે, ફારૂક અબ્દુલ્લાને કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah Omar Abdullah corona posiitive report corona vaccine jammu kashmir કોરોના Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ