બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'નીરજ શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે', પીએમ મોદીએ ચોપડાને સિલ્વર મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન
Last Updated: 08:30 AM, 9 August 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકની ભાલા ફેંક ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. નીરજ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બની ગયો છે. નીરજે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત નદીમે ઓલિમ્પિકમાં 92.97 મીટર ભાલા ફેંકીને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
ADVERTISEMENT
Neeraj Chopra is excellence personified! Time and again he’s shown his brilliance. India is elated that he comes back with yet another Olympic success. Congratulations to him on winning the Silver. He will continue to motivate countless upcoming athletes to pursue their dreams… pic.twitter.com/XIjfeDDSeb
— Narendra Modi (@narendramodi) August 8, 2024
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. તેણે પોતાની શ્રેષ્ઠતા વારંવાર દર્શાવી છે. ભારત અત્યંત ખુશ છે કે તે ફરી એકવાર ઓલિમ્પિક મેડલ સાથે પરત ફરી રહ્યો છે." તેમણે કહ્યું, "તેમને સિલ્વર જીતવા બદલ અભિનંદન. તે આવનારા અગણિત ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે." પીએમ મોદીએ આ પોસ્ટ સાથે નીરજની તસવીર પણ શેર કરી છે.
ADVERTISEMENT
નીરજના પાંચ પ્રયાસો થયા ફાઉલ
નીરજ ચોપરાના છમાંથી પાંચ પ્રયાસ ફાઉલ હતા. માત્ર બીજો અને એકમાત્ર થ્રો માન્ય હતો, જેમાં તેણે 89.45 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. આ તેનો આ શેશ્નનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. અહીં નોંધનીય બાબત એ છે કે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પ્રમાણે તેણે ભાલો તપ ઘણો દૂર ફેંક્યો, પરંતુ તેના પ્રતિસ્પર્ધીના શાનદાર પ્રદર્શનને કારણે, આ વખતે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
પાકિસ્તાને 32 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ જીત્યો
પાડોશી દેશના અરશદ નદીમે 32 વર્ષ બાદ પોતાના દેશ માટે ઓલિમ્પિક મેડલ જીત્યો છે. પાકિસ્તાને છેલ્લે 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. નદીમે તેના બીજા થ્રોમાં 92.97 મીટર ભાલા ફેંક્યો હતો. આ સાથે તે ઓલિમ્પિક રેકોર્ડ પણ બની ગયો. તેનો છઠ્ઠો અને છેલ્લો થ્રો 91.79 મીટર હતો. અગાઉનો ઓલિમ્પિક રેકોર્ડ નોર્વેના એન્ડ્રેસ ટીના નામે હતો, જેણે 2008 બીજિંગ ઓલિમ્પિકમાં 90-57 મીટરનો થ્રો ફેંક્યો હતો. આ વખતે બ્રોન્ઝ મેડલ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે જીત્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.