બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / 25 મીટર એર પિસ્તોલ ફાઇનલમાંથી મનુ ભાકર આઉટ, ચૂકી ગઈ ઇતિહાસ સર્જતા
Last Updated: 01:36 PM, 3 August 2024
પેરિસ ઓલિમ્પિકના આઠમા દિવસે એટલે કે 3જી ઓગસ્ટ (શનિવાર)ના દિવસે પણ ભારતીય ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તીરંદાજી, બોક્સિંગ, ગોલ્ફ, સેલિંગ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. મનુ ભાકર શૂટિંગમાં ગોલ્ડ મેડલ માટે નિશાન સાધવાથી ચુકી ગઈ છે. દીપિકા કુમારી અને ભજન કૌર પણ તીરંદાજીમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ADVERTISEMENT
Hard luck @realmanubhaker, you gave your best.
— Hockey India (@TheHockeyIndia) August 3, 2024
Hats off to your achievement, you will always be the first Indian of Independent India to win 2 medals in a single Olympics.
Manu finishes 4th in 25m Air Pistol event.#ParisOlympics2024 #Paris2024 #ManuBhaker
મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા ક્રમે રહી. આઠ સિરીઝ પછી, મનુ અને હંગેરીની વેરોનિકા મેજરના સમાન 28-28 પોઈન્ટ હતા. એવામાં એલિમિનેશન માટે શૂટઓફ થયો, જેમાં મનુને હારનો સામનો કરવો પડ્યો. મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય ચુકી ગઈ છે. મનુ પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતી ચૂકી છે.
ADVERTISEMENT
ભલે ન મળ્યો ગોલ્ડ, પણ મનુ ભાકરે બનાવ્યો આ મહારેકોર્ડ
મનુ ભાકરે 30 જુલાઈના રોજ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ. આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતી શક્યો નથી. સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે-બે મેડલ જીત્યા છે, પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની ગઈ. મનુએ ફાઇનલમાં કુલ 221.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો.
આ પણ વાંચો: લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો, બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ શટલર
પેરિસ ઓલિમ્પિકનો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. મનુ ભાકરે શૂટિંગમાં પોતાનો જાદુ બતાવ્યો હતો. જ્યારે બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો. મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં હરાવ્યું. જોકે, અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવરા તીરંદાજીમાં મેડલ જીતવામાંથી ચૂકી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT