બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / 'તમને હરાવવામાં આવેલ છે', વિનેશ ફોગાટે સંન્યાસનું એલાન કરતા જ બજરંગ પુનિયાએ કર્યું ચોંકાવનારું ટ્વીટ
Last Updated: 11:16 AM, 8 August 2024
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિલો કુસ્તી ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી, જે 7 ઓગસ્ટે થવાની હતી. પરંતુ એ પહેલા જ તેને 50 કિલોથી થોડું વધારે વજન હોવાને કારણે ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી. એ પછી આખો દેશ ચોંકી ગયો, કારણે કે બધાને જ તેમની પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. ડિસ્કવોલિફાય થયા બાદ કુસ્તીબાજ વિનેશ ફોગાટે કુસ્તીથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. જેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. વિનેશના સન્યાસ પર કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી માલિકે કરીને ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના સન્યાસની જાહેરાત કરી. તેને ઘણી ભાવુક પોસ્ટ કરી, જેનાથી લાગી રહ્યું છે કે જાણે ડિસ્કવોલિફિકેશનને કારણે વિનેશ ખૂબ જ ભાંગી પડી છે. તેને પોસ્ટ કરીને લખ્યું - "મા, કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ, માફ કરજો, તારું સપનું, મારી હિંમત, બધું તૂટી ગયું છે, હવે આનાથી વધુ તાકાત નથી રહી. અલવિદા કુસ્તી 2001-2024." તેણે માફી માંગતા કહ્યું કે તમારા બધાની હંમેશા ઋણી રહીશ.
ADVERTISEMENT
'હારી નથી, હરાવવામાં આવી...'
विनेश आप हारी नही हराया गया हैं, हमारे लिए सदैव आप विजेता ही रहेगी आप भारत की बेटी के साथ साथ भारत का अभिमान भी हो 🫡😭 https://t.co/oRTCPWw6tj
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 8, 2024
વિનેશની સન્યાસની જાહેરાત બાદ ટોક્યો ઓલિમ્પિક 2020નાં બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ આ વિશે જાણીને પોતાની જાતને રોકી શક્યા નહીં અને વિનેશ ફોગાટની સન્યાસવાળી પોસ્ટ શેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા. બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "વિનેશ, તમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા છે, અમારા માટે હંમેશા તમે વિજેતા રહેશો, તમે ભારતની દીકરી હોવાની સાથે-સાથે ભારતનું ગૌરવ પણ છો."
સાક્ષી મલિકે પણ આપી પ્રતિક્રિયા
विनेश तुम नहीं हारी हर वो बेटी हारी है जिनके लिए तुम लड़ी और जीती।
— Sakshee Malikkh (@SakshiMalik) August 8, 2024
ये पूरे भारत देश की हार है 😭
देश तुम्हारे साथ है। खिलाड़ी के तौर पे उनके संघर्ष और जज्बे को सलाम 🙏🫡@Phogat_Vinesh https://t.co/8W5MpdYUvD
વિનેશ ફોગાટની સન્યાસવાળી પોસ્ટ પર રિયો ઓલિમ્પિક 2016ની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે પણ એક્સ પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાક્ષી મલિકે લખ્યું - 'વિનેશ તું નથી હારી, એ દરેક દીકરી હારી છે જેના માટે તું લડી અને જીતી.'
100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ફાઈનલથી થઈ ડિસ્કવોલિફાય
જણાવી દઈએ કે વિનેશ ફોગાટને વધારે વજનના કારણે ફાઈનલ મેચમાંથી ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી હતી. વિનેશ ફોગાટ મહિલાઓની 50 કિલો કુસ્તી ઇવેન્ટમાં ફાઇન્લિસ્ટ હતી, એટલે તેનું વજન 50 કિલોથી વધુ હોવું જોઈતું ન હતું. પરંતુ તેનું વજન 100 ગ્રામ વધારે હતું, જેને લીધે તેને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવી. વિનેશે વજન ઘટાડવા માટે ઘણું બધું કર્યું. તેને ખાવાનું ન ખાધું, પાણી ન પીધું અને આખી રાત પરસેવો પાડ્યો. વાળ કાપી નાખ્યા, નખ કાપી નાખ્યા, લોહી કાઢ્યું, છતાં તેનું વજન ઓછું ન થયું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.