સુરતમાં વીજપોલ પર ચઢેલા યુવકને મસ્તી ભારે પડી છે. યુવક કરવા ગયો મસ્તીને મળ્યું હતું મોત. વીજપોલ પર ચઢેલા યુવકને કરંટ લાગતા મોત થયું છે. વીજપોલ પર કરંટ લાગતા યુવક નીચે પટકાયો હતો ત્યારે કોઈએ ફાયર વિભાગ અથવા પોલીસને જાણ કરવા સુધી પણ તસ્દી લીધી નહતી. સમયસર નજીકના ફાયર વિભાગ અથવા પોલીસને જાણ કરાઈ હોત તો તે યુવકનો જીવ બચી ગયો હતો.મહત્વપૂર્ણ છે કે દારૂના નશામાં ચૂર યુવકે કલાકો સુધી સમગ્ર માહોલ માથે લીધો હતો.સમગ્ર ઘટના મનપા સંચાલિત આવાસની હોવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે દારૂના નશામાં ધૂત બનેલ શખ્સ આજરોજ સુરતના એક વીજ થાંભલા પર ચડી ગયો હતો. જોકે આ પોલમાંથી વીજળી પસાર થઇ રહી હતી અને સભાન અવસ્થામાં નહીં હોવાને કારણે પોતે શું કરી રહ્યો છે તેની તેને જાણ નહોંતી. સમગ્ર ઘટનાને સ્થાનિકો જોઇ રહ્યા હતા અને મનોરંજન મેળવી રહ્યા હતા.
ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો અને વીજ કરંટ તેને લાગતા તે ઉછળીને નીચે જમીન પર પટકાયો હતો. જો કે આ મામલે લોકોએ નજીકના ફાયર વિભાગ અથવા પોલીસને જાણ કરી હોત તો યુવકનો જીવ બચી ગયો હોત.