પૂજા કરતી વખતે માથું કેમ ઢાંકવામાં આવે છે, જાણો એ પાછળનું ખૂબ જ રસપ્રદ કારણ

By : krupamehta 01:17 PM, 13 April 2018 | Updated : 01:17 PM, 13 April 2018
સામાન્ય રીતે માથે ઓઢવાની પરંપરાનું પાલન સ્ત્રીઓ કરે છે, પરંતુ પૂજા પાઠ કરતી વખતે પુરુષોએ પણ માથું ઢાંકીને રાખવું જોઇએ. આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને કારણો છે.

સામાન્ય રીતે જ્યારે કોઇ ભારતીય સ્ત્રીની સામે ઉંમરમાં કોઇ મોટો માણસ આવે છે તો એ વ્યક્તિને સમ્માન આપવા માટે મહિલા પોતાના માથે ઓઢી લે છે. એવી જ રીતે ભગવાનની સામે માથે ઓઢવું પણ સમ્માનનું સૂચક છે. માથું ઢાંકીને ભગવાનની સામે જવાથી ભગવાન પ્રત્યે આપણા આદર અને સમર્પણ પ્રકટ થાય છે. 

માથે ઓઢવાથી પૂજન સમયે એકાગ્રતા બની રહે છે. માન્યતા છે કે ખુલ્લા માથે આપણી અંદરનો ગુસ્સો વધારે વધે છે. માથાનો દુખાવો, આંખોની નબળાઇ પણ થઇ શકે છે. એટલા માટે માથુ ઢાંકવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવે છે. આજે પણ ઘણા બધા લોકો માથે પાઘડી પહેરે છે અને સ્ત્રીઓ સાડીના પલ્લુથી પોતાનું માથે ઓઢે છે. માથા પર સાફો, પાઘડી અથવા અન્ય કોઇ ચીજથી માથું છે, જેનાથી કાનથી જોડાયેલી ગણી બિમારીઓ દૂર જ રહે છે. 

હવામાં રહેલી ગંદકી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સુક્ષ્મ કીટાણુ આપાણા વાળમાં જલ્દીથી ચોંટી જાય છે, જેના કારણે આપણને બિમારી પણ થઇ શકે છે. એટલા માટે માથે ઓછું ફાયદાકારક છે. માથું ઢંકાયેલું રહેવાથી વાળ ખરવા, ખોડો અને ટાલ પડવી વગેરે જેવા રોગોથી પણ બચાવ થઇ શકે છે. Recent Story

Popular Story