પાટણ તાલુકાના એક વ્યક્તિને ટોળકી દ્વારા હનીટ્રેપમાં ફસાવી તેની પાસે પૈસાની માંગણી કરી હતી. વેપારીએ આ ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.
પાટણમાં ઈંટોના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિને મહિલા દ્વારા ફોન કરી તેઓને મળવા બોલાવ્યા હતા. જે બાદ વેપારી સામે કેસ કર મહિલા સાથે રહેલ અન્ય આરોપીઓ દ્વારા પણ વેપારીને ફરિયાદ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.
ઠગ ટોળકીને પોલીસે ઝડપી પાડી
વેપારી સાથે મારઝુડ કરી પૈસાની માંગણી કરી
મળતી માહિતી મુજબ હનીટ્રેપનો ભોગ બનનાર વ્યક્તિએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તેઓના મોબાઈલ નંબર પર એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો અને તેમને મહિલાએ મળવા બોલાવ્યા હતા. ભોગ બનનાર મહિલાને મળવા ગયા હતા. મહિલા સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. બીજા દિવસે પણ મહિલાએ તેઓને બાલીસણા મળવા બોલાવ્યા હતા. ત્યારે ભોગ બનનાર પોતાની ગાડી લઈને બાલીસણા મહિલાને મળવા ગયા હતા. ત્યારે બાદ મહિલાને ખેતરમાં લઈ જઈ તેની સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. તે દરમ્યાન પાંચ શખ્શો ત્યાં આવી ચડ્યા હતા અને વેપારી સાથે મારઝુડ કરી વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો.
એલ,સી.બી. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
મામલાની પતાવટ માટે ટોળકીએ વેપારી પાસે પાંચ લાખની માંગણી કરી
મહિલા તેમજ તેની સાથે આવેલા પાંચ શખ્શોએ વેપારીને કહેલ કે તમે મહિલા પર બળાત્કાર કર્યો છે અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. પાંચ શખ્શોએ વેપારીના ખીસ્સા તપાસી રૂપિયા એક લાખ પડાવી લીધા હતા. ત્યારે સમગ્ર મામલાની પટાવટ માટે પાંચ લાખની માંગણી કરી વેપારીને ઘરે મોકલ્યો હતો. વેપારીએ ઘરે પહોચ્યા બાદ તેના પુત્રને સમગ્ર આપવીતી જણાવી હતી. જે બાદ પુત્રએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા વેપારીએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાંચ આરોપીઓ ઝડપાયા જ્યારે બે આરોપીઓ ફરાર
હનીટ્રેપની તપાસ પાટણ એલ.સી.બી.ને સોંપવામાં આવતા પોલીસે પૂજા સંજયકુમાર જોષી, સંજયજી સોમાજી ઠાકોર, મંગાજી બચાજી ઠાકોર, અનિલ પરમાર, રાજપૂત હિંમતસિંહને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી. જ્યારે બે આરોપીઓ ઠાકોર નવઘણજી દેવાજી અને ઠાકોર વામનજી ભેમાજીની શોધખોળ હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4 લાખ 61 હજારનો મુદ્દામાદ કબ્જે કર્યો હતો.