એપ દ્વારા ટેક્સી સેવા આપનારી કંપની OLA અને UBERના ડ્રાઇવર્સે હડતાળ પર જવાની ઘોષણા કરી છે. આગામી સોમવારે એટલે કે 19 માર્ચના કેબ ડ્રાઇવર્સ હડતાળ પર હશે જેના કારણે કેબનો ઉપયોગ કરતા ગ્રાહકોનો ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે.
તમામ સેવાઓ પર પડશે અસર:
OLA અને UBERના ડ્રાઇવર્સ હડતાળ પર રહેવાથી બંને કંપનીઓને તમામ સેવાઓ પર અસર પડવાની સંભાવના રહેલી છે. આ કારણે કેબથી મુસાફરી કરતા લોકોને ઑફિસ બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન એરપોર્ટ અને અન્ય જરૂરી કામો માટે જવા-આવવામાં મુશ્કેલી પડશે.
કેબ ડાઇવર્સના અનુસાર સોમવારના તેઓ પોતાના ડિવાઇસ સવારથી બંધ કરી દેશે. આ દરમિયાન માત્ર કંપની દ્વારા ચલવવામાં આવનારી કેબ જ લોકોને ઉપલબ્ધ રહેશે જેની સંખ્યા ઘણી ઓછી છે.
આ શહેરો પર પડશે અસર:
જે શહેરોમાં આ હડતાળના સર્વાધિક અસર પડશે તેમાં દિલ્હી-NCR મુંબઇ બેંગ્લૂરુ ગુરુગ્રામ કોલકાતા ચેન્નાઇ હૈદરાબાદ સહિતના અન્ય શહેર શામેલ છે. આ શહેરોમાં મોટોભાગે લોકો ઑફિસ જવા આવવા માટે આ કંપની કેબ સર્વિસનો ઉપયોગ કરે છે. ડ્રાઇવર્સ અનુસાર સોમવારના OLA અને UBERની ઑફિસની બહાર પરિવારની સાથે પ્રદર્શન પણ કરીશું.
આ કારણે પાડશે હડતાળ:
ડ્રાઇવર્સનું કહેવું છે કે તેમની આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ કંપનીના ડ્રાઇવર્સ યુનિયનની પ્રમુખ માંગ છે કે પહેલાની જેમ તેમણે ઓછામાં ઓછા 1.25 લાખ રૂપિયાનો બિઝનેસ મળે બીજી માંગ કંપની પોતાના દ્વારા ચલાવી રહેલી કેબને બંધ કરી દે. ત્રીજી માંગ છે કે આ ડ્રાઇવર્સને ફરી રાખવામાં આવે જેમને કસ્ટમર્સે ઓછા રેટિંગ આપ્યા હોય ચોથી છેલ્લી માંગ છે કે ગાડીની કૉસ્ટ અનુસાર ભાડું નિર્ધારણ કરવામાં આવે અને છેલ્લી માંગ છે કે ઓછા ભાડાંમાં બુકિંગ બંધ કરવામાં આવે.
આ શહેરોમાં આપે છે સર્વિસ:
OLA જ્યાં દેશના 110 શહેરોમાં સર્વિસ આપે છે ત્યાં UBER 25 શહેરોમાં સર્વિસ આપે છે. OLAમાં દરરોજ 10 લાખથી વધારે લોકો મુસાફરી કરે છે જ્યારે UBERમાં 10 લાખ લોકો દરરોજ સફર કરે છે.