બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આવતીકાલથી બે દિવસ બહાર જતા પહેલા સાચવજો, રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત
Last Updated: 04:14 PM, 23 June 2024
જો તમે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છો અને તેમા પણ જો તમે ઓલા, ઉબેર અને રેપીડોમાં રીક્ષા બુક કરાવતા હોય તો તારીખ 24 અને 25 જૂને ધ્યાન રાખજો. કારણ કે ઓનલાઈન એપ્લિકેશ મારફતે ચાલતી રિક્ષા ચાલકોએ હડતાલ કરી 24 અને 25 જૂનના રોજ હડતાલ જાહેર કરી છે.
ADVERTISEMENT
કંપની વધારે કમિશન લેતી હોવાની રિક્ષાચાલકોની ફરિયાદ
ADVERTISEMENT
ઓલા, ઉબેર અને રેપીડોમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 જૂને હડતાળની જાહેરાત કરી છે. જેને લઈને આજે રીક્ષા ચાલકોએ અન્ય રીક્ષા ચાલકોને પોતાની માંગના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જેની અસર જાહેર મોટા સ્થળ સહિત એસ.ટી.સ્ટેન્ડમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: TRP ગેમ ઝોન ફાયર મામલે બે આરોપીઓના રિમાન્ડ મંજૂર, સ્ટે માટેની અરજી કોર્ટે ફગાવી
ADVERTISEMENT
જાહેરસ્થળોએ ઉબર ઓલાની રિક્ષા સેવા બંધ રહેશે
કાલુપુર સહિત અલગ અલગ સ્થળ પર રીક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો હતો. રીક્ષા ચાલકોનું માનવું છે કે તેમને કિમી મુજબનું ભાડું મળતું નથી તેમજ કંપની કમિશન વધુ લઈ રહી છે. જેમની અનેકવાર રજુઆત છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે ઓનલાઈન કંપનીમાં ચાલતી રિક્ષાના ચાલકોએ 24 અને 25 હડતાંલનું એલાન આપ્યું છે.
ADVERTISEMENT
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.