બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / OLA ઇલેક્ટ્રિક IPOના સબસ્ક્રિપ્શનનો આજે અંતિમ દિવસ, 9મીએ થઈ શકે છે લિસ્ટિંગ

સ્ટોક માર્કેટ / OLA ઇલેક્ટ્રિક IPOના સબસ્ક્રિપ્શનનો આજે અંતિમ દિવસ, 9મીએ થઈ શકે છે લિસ્ટિંગ

Last Updated: 10:33 AM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ola Electric IPOનું સબસ્ક્રિપ્શન આજે એટલે કે 6 ઓગસ્ટે બંધ થવા જઈ રહ્યું છે. તેનું સબસ્ક્રિપ્શન પણ નબળું જઈ રહ્યું છે. વળી, ગ્રે માર્કેટમાં પણ તેને લઈને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.

આ વર્ષના સૌથી મોટા IPO Ola Electric ને લઈને રોકાણકારોનો ઉત્સાહ અચાનક ઓછો થતો દેખાઈ રહ્યો છે. 6145 કરોડ રૂપિયાથી વધુના આ IPOનું સબસ્ક્રિપ્શન સામાન્ય લોકો માટે 2 ઓગસ્ટથી ખુલ્યું હતું અને તેની છેલ્લી તારીખ આજે એટલે કે 6 ઓગસ્ટ છે. સબ્સ્ક્રિપ્શન ખુલતા પહેલા તેની ગ્રે માર્કેટ પ્રાઈસ (GMP) લગભગ 16 રૂપિયા હતી, જે હવે ઘટીને 4 રૂપિયા થઈ ગઈ છે. તેના ધીમા સબ્સ્ક્રિપ્શનને કારણે, એવી આશંકા છે કે રોકાણકારોને તેના લિસ્ટિંગથી વધુ લાભ મળવાનો નથી.

રૂપિયા 72 થી 76 રૂપિયાની વચ્ચે છે IPOની પ્રાઇસ બેન્ડ

ઓલા ઇલેક્ટ્રિકે આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 72 થી રૂ. 76 પ્રતિ શેરની વચ્ચે રાખી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, જીએમપીને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેનું લિસ્ટિંગ 80 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ રૂ. 5500 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને 645 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ માર્કેટમાં રજૂ કરી છે. પરંતુ, પ્રથમ દિવસે તેમાંથી માત્ર 35 ટકા જ સબસ્ક્રાઈબ થઈ શક્યા હતા. સોમવાર સુધી તેમાંથી માત્ર 72 ટકા જ સબસ્ક્રાઈબ થઈ શક્યા હતા. હવે રોકાણકારોની નજર મંગળવાર પર ટકેલી છે.

PROMOTIONAL 13

9 ઓગસ્ટે થશે IPOનું લિસ્ટિંગ

છૂટક રોકાણકારો માટે આરક્ષિત ભાગ 2.61 વખત સબસ્ક્રાઇબ થઈ ચુક્યો છે. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે આરક્ષિત ભાગ 81 ટકા સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે અને કર્મચારીઓ માટે આરક્ષિત ભાગ 8.38 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ કોઈ ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક દ્વારા લાવવામાં આવેલો પહેલો IPO છે. સેબીએ ગયા મહિને જ ઓલા ઇલેક્ટ્રિકને આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. IPOનું લિસ્ટિંગ 9 ઓગસ્ટે થઈ શકે છે.

આ પણ વાંચો: મોટા ઘટાડા બાદ આજે શેરબજારમાં આવી જબરદસ્ત રિકવરી, સેન્સેક્સ 900 અંક ઉછળ્યો, તો નિફ્ટીમાં પણ તેજી

ફંડિંગ રાઉન્ડમાં મળેલા વેલ્યુએશન કરતા ઓછા ભાવે આવ્યો IPO

ઘણી બ્રોકરેજ કંપનીઓએ પણ આ IPO અંગે અલગ-અલગ અભિપ્રાય આપ્યા છે. તેમણે કંપનીના ઓછા ટર્નઓવર અને ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ જ કારણ છે કે ઓલાએ છેલ્લા ફંડિંગ રાઉન્ડ દરમિયાન મળેલા વેલ્યુએશન કરતાં ઓછા વેલ્યુએશન પર આ IPO લોન્ચ કરવાનો નિર્ણય લીધો હતો. નાણાકીય વર્ષ 2024માં ઓલા ઇલેક્ટ્રિકને 1,584.40 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીના CEO ભાવિશ અગ્રવાલ IPO દ્વારા 3.8 કરોડ શેર વેચશે. કંપની IPO ના પૈસા સાથે તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું વિસ્તરણ કરશે. આ સિવાય રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર 1600 કરોડ રૂપિયા અને લોન રિપેમેન્ટ પર 800 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ola Electric IPO Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ