બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Ola Credit Card Launched in India in Partnership With SBI

સર્વિસ / OLA લાવ્યું હવે પોતાનું ક્રેડિટ કાર્ડ, જાણો શું મળશે લાભ?

vtvAdmin

Last Updated: 10:08 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OLA એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર કંપની હવે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે SBI CARDSની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી.

OLA યુઝર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂઝ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. આ કાર્ડનો ઉપયોગ OLAની રાઇડ, ફ્લાઇટ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે.  

આ લોન્ચ સાથે જ ઓલાએ પોતાના નાણાકીય ઉત્પાદનોની પહોંચ વધારવામાં મદદ મળશે. આ સાથે જ ઓલાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એસબીઆઇ પણ પોતાના ક્રેડિટ કાર્ડને વધારી શકશે. ઓલા હાલ ઓલા મની વોલેટ, પોસ્ટ બિલિંગ અને માઇક્રો ઇંશ્યોરેન્સની ઓફર કરે છે.

OLAના સહ સંસ્થાપક અને મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઇઓ) ભાવેશ અગ્રવાલે જણાવ્યું કે 'આપણે ઓલા મની એસબીઆઇ ક્રેડિટ કાર્ડના લોન્ચથી ઉત્સાહિત છે અને અમે આગામી કેટલાક વર્ષો દરમિયાન આ લાખો ભારતીયો સુધી લઇ જવા માંગીએ છીએ. આ સોલ્યુશન દ્વારા લોકોની અવર-જવર દરમિયાન ચૂકવણીને વધુ સારી બનાવવાની આશા રાખીએ છીએ.'  

શું મળશે લાભ?

1. ઓલા કેબ પર ખર્ચ કરવામાં આવેલી રકમ પર 7% કેશબેક.
2. ફ્લાઇટ બુકિંગ પર 5% કેશબેક. 
3. ભારતમાં હોટલ બુકિંગ પર 20% કેશબેક. 
4. ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ પર 6% કેશબેક. 
5. 6000 થી વધુ રેસ્ટોરેન્ટ પર 20% કેશબેક. 
6. 1% ફ્યૂલ સરચાર્જ વેવર. 
7. અન્ય બધા ખર્ચ પર 1%  કેશબેક. 
8. કોઇપણ પણ જોઇનિંગ ફી નહી. 

OLA Money SBI ક્રેડિટ કાર્ડ વિઝા આધારિત હશે. OLA યુઝર પોતાની OLA એપ મારફતે સીધા જ આ ક્રેડિટ કાર્ડ દ્વારા અરજી કરી શકશે અને તેને મેનેજ કરી શકશે. કંપની દ્વારા કાર્ડ યુઝર્સને કેશબેક પણ ઓફર કરવામાં આવશે. જોકે કંપનીએ એ જણાવ્યું નહી કે કેશબેકને કયા સ્પોન્સર કરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

OLA OLA Credit Card OLA SBI CARD SBI service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ