કંપનીએ એક નવી Ola Drive કાર શેરિંગ સર્વિસને લૉન્ચ કરી છે. ઓછામાં ઓછા 2 કલાક માટે ભાડેથી લઇ શકશો કાર આ સર્વિસ હેઠળ ગ્રાહક કારને 2 કલાકથી લઇને 3 મહિના માટે ભાડેથી લઇ શકશે.
કંપનીએ એક નવી Ola Drive કાર શેરિંગ સર્વિસને લૉન્ચ કરી છે
Ola Drive કાર શેરિંગ સર્વિસને સૌથી પહેલા બેંગ્લોર શહેરમાં શરૂ કરવામાં આવશે
ભારતની સૌથી મોટી કેબ સર્વિસ કંપની Ola હવે પોતાના ગ્રાહક માટે એક ખાસ સર્વિસ લઇને આવી છે જે આ સમય ચર્ચામાં છે, કંપનીએ એક નવી Ola Drive કાર શેરિંગ સર્વિસને લૉન્ચ કરી છે જેમાં ગ્રાહક ભાડેથી Ola કાર લઇને જાતે ડ્રાઇવ કરી શકશે. ચલો તો જાણીએ કયા શહેરના લોકો આ સર્વિસનો ફાયદો સૌથી પહેલા ઊઠાવી શકશે અને શું-શું ફીચર્સ એમાં સામેલ મળવાના છે.
આ શહેરમાં શરૂ થશે સૌથી પહેલી સર્વિસ
Ola Drive કાર શેરિંગ સર્વિસને સૌથી પહેલા બેંગ્લોર શહેરમાં શરૂ કરવામાં આવશે. પરંતુ જલ્દીથી કંપની આ સર્વિસને દિલ્હી, મુંબઇ અને હૈદરાબાદ જેવા દેશના મોટા શહેરોમાં શરૂ કરશે. Ola વર્ષ 2020 સુધી આશરે 20,000 ગાડીઓને આ સર્વિસમાં સામેલ કરશે.
ઓછામાં ઓછા 2 કલાક માટે ભાડેથી લઇ શકશો કાર
આ સર્વિસ હેઠળ ગ્રાહક કારને 2 કલાકથી લઇને 3 મહિના માટે ભાડેથી લઇ શકશે. એના માટે કારના પિકઅપ અને ડ્રોપ માટે રેજિન્ડેશિયલ અને કૉમર્શિયલ હબ પણ બનાવવામાં આવશે, જ્યાં ગ્રાહક માત્ર 2000 રૂપિયાની સિક્યોરિટી ડિપૉઝીટ કરીને કારને ભાડેથી લઇ શકશે. આ સર્વિસ માટે ઓલા એપની ડ્રાઇવ ટેબ દ્વારા કાર બુક કરાવવી પડશે.
ગ્રાહકોને થશે ફાયદો
ઓલાનો દાવો છે કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર દ્વારા ગ્રાહક અન્ય પ્રોવાઇડરની તુલનાએ ૩૦ ટકાની બચત કરી શકશે. આ ઉપરાંત ગ્રાહક કાર ભાડાના પેકેજને કિલોમીટર, કલાક અને ફ્યુઅલ ઇન્ક્લુઝનના પોતાના હિસાબે નક્કી કરી શકશે. ઓલા ગ્રાહકોને નિર્ધારિત અંતર કરતાં વધુ અંતર માટે કાર ચલાવવા માટે પેમેન્ટ કરવું પડશે.
સફર દરમિયાન મળશે આ સુવિધાઓ
સફર દરમિયાન કારમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી માટે ૨૪ કલાક રોડ સાઇડ આસિસ્ટન્ટ સપોર્ટ મળશે. આ માટેની હેલ્પલાઇનના નંબરો ૨૪ કલાક ચાલુ રહેશે. ઓલા ડ્રાઇવ સાથે સંકળાયેલી તમામ કાર ઓલાના કનેક્ટેડ કાર પ્લેટફોર્મ ઓલા પ્લે સાથે જોડાઇ જશે. આ કારમાં સાત ઇંચ ટચ સ્ક્રીન ઇન્ફોન્ટેન્મેન્ટ ડિવાઇસ મળશે, જેમાં જીપીએસ, મીડિયા પ્લેબેક અને બ્લુટૂથ કનેક્ટિવિટી સામેલ હશે. કારના સેલ્ફ-ડ્રાઇવિંગ ફ્લિટમાં પોપ્યુલર બ્રાન્ડની કાર મળશે, જેની યાદી ઓલા એપ પરથી મળી શકશે.